Union Home Ministry: Night curfew should be imposed where corona virus cases are on the rise
Aastha Magazine
Union Home Ministry: Night curfew should be imposed where corona virus cases are on the rise
આરોગ્ય

કેન્દ્રીય ગૃહમંત્રાલય : કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવે

ભારતમાં કોરોના વાયરસને લઈને છેલ્લા એક મહિનાથી થોડી રાહત હતી પરંતુ હવે કેરળ સહિતનાં રાજ્યોમાં વધતાં કેસને જોતાં ફરી ચિંતામાં વધારો થયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિને જોતાં કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે
આ બંને રાજ્યોને પ્રતિબંધ વધારવાની સલાહ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ બંને રાજ્યોને સલાહ આપી છે કે જે વિસ્તારોમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવે

ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં પણ વધતા જતાં સંક્રમણને જોતા રાજ્ય આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ
એક અગત્યની ચેતાવણી પણ આપી છે. મહરાષ્ટ્ર રાજયની મળેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે. “ફેસ્ટીવલની સિઝન ખતમ થઇ જતાંની સાથે જ મહારાષ્ટ્રમાં કોવિડની થર્ડ વેવ ત્રાટકશે. ઓક્ટબરના અંત અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં કોવિડની થર્ડ વેવ મહારાષ્ટ્રમાં દસ્તક આપશે”. રાજેશ ટોપેએ સ્થિતિનું અનુમાન કરતા ચેતાવણી આપતા બેઠકમાં જણાવ્યું કે, થર્ડ વેવમાં 60 લાખ લોકો ઇન્ફેક્ટેડ થશે જેમાંથી અદાજિત 13 લાખ લોકોને ઓક્સિજનની જરૂર પડશે. મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેબિનેટની બેઠકમાં એ પણ જણાવ્યું કે, મહારાષ્ટ્રે થર્ડ વેવેની તૈયારીના ભાગરૂપે તેની ઓક્સિજનની કેપેસિટી વધારવી જોઇએ.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

કોરોના વેક્સિનેશન મામલે સમગ્ર દેશમાં ગુજરાત પહેલા નંબરે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/03/2022

aasthamagazine

મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાશે

aasthamagazine

દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે

aasthamagazine

રોકેટ ગતિએ શહેરોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

aasthamagazine

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરી આરોગ્યની સૌથી મોટી યોજના

aasthamagazine

Leave a Comment