



ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહેલા અનિલ મુકીમના અનુગામી તરીકે IAS પંકજ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે.IAS અનિલ મુકીમને રાજ્યમાં મુખ્ય સચિવ તરીકે અગાઉ 6-6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 31મી ઓગસ્ટે તેમનો કાર્યકાળ પૂરો થતો હોવાથી તેણે 25મી ઓગસ્ટે છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાગ લઈને સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના બાદ મુખ્ય સચિવ તરીકે એસીએસ હોમ પંકજ કુમાર તથા એસીએસ ઈન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા. જેમાંથી પંકજ કુમારની પસંદગી નવા મુખ્ય સચિવ તરીકે કરાઈ છે. તેઓ હવે 31મી ઓગસ્ટે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે.ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂંક પામેલા IAS પંકજકુમાર સાથે રાજીવકુમાર ગુપ્તા પણ રેસમાં હતા. પંકજકુમાર 1986ની બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. તેઓ મે 2022માં વયનિવૃત્ત થઈ રહ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gujarat: IAS Pankaj Kumar Ias becomes Chief Secretary