



તાલિબાનના પ્રવક્તાએ બુધવારે કહ્યું કે, ‘તાલિબાન માટે પાકિસ્તાન બીજા ઘર જેવું છે અને તેઓ પાડોશી દેશ સાથે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માંગે છે. તાલિબાનના પ્રવક્તા ઝૈબુલ્લા મુજાહિદે પણ ભારત સાથે સારા સંબંધોની હિમાયત કરતા સાથે એક સલાહ પણ આપી.’અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે સરહદોને લઈ કોઈ વિવાદ નથી. જ્યારે ધર્મની વાત આવે છે, ત્યારે આપણે પરંપરાગત રીતે એકબીજા સાથે સંબંધિત છીએ. બંને દેશોના લોકો એકબીજા સાથે સરળતાથી ભળી જાય છે, તેથી અમે પાકિસ્તાન સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.’અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાને ક્યારેય તેમની આંતરિક બાબતમાં દખલગીરી કરી નથી. ભારત સાથેના સંબંધો અંગે મુજાહિદે કહ્યું કે, ‘ભારત આ ક્ષેત્રનો મહત્વનો ભાગ છે અને અમે ભારત સહિત તમામ દેશો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માંગીએ છીએ. અમારી એક જ ઈચ્છા છે કે ભારતે અફઘાન લોકોના હિતો અનુસાર પોતાની નીતિઓ નક્કી કરવી જોઈએ.’તાલિબાન અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈ પણ દેશ સામે થવા દેશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર મુજાહિદે કહ્યું કે બંને દેશોએ બેસીને સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ કારણ કે બંને પાડોશી દેશ છે અને બંનેના હિતો એકબીજા સાથે જોડાયેલા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Pakistan is the second home of the Taliban!