



જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓના પેન્શન માટેના ફાળામાં અને ફેમિલી પેન્શનની ટોચમર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવા પાકની લણણી બાદ મોંઘવારીમાં ઘટાડો થવાની આશા વ્યકત કરી હતી. જાહેર ક્ષેત્રની બેન્કોના મૃત કર્મચારીના કુટુંબને હવે કર્મચારીના છેલ્લા પગારના ૩૦ ટકા જેટલું પેન્શન મળશે. ફેમિલી પેન્શનની ટોચમર્યાદા અગાઉ . ૯૨૮૪ હતી અને એ હવે વધીને . ૩૦,૦૦૦થી . ૩૫,૦૦૦ સુધીની કરવામાં આવી છે. આ સાથે સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે એમણે બેન્કોને રાય સરકારોની સાથે મળીને વન ડિસ્ટ્રીકટ, વન અકસપોર્ટના એજેન્ડા પર કામ કરવાની સલાહ આપી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Increase in pension of bank employees: Finance Minister