



દૂધની આ ભેળસેળને અટકાવવા મનપાની ફૂડ શાખા દ્વારા આજે વહેલી સવારથી મેગા ડ્રાઇવ યોજાઈ છે. જેમાં ગોંડલ ચોકડી પર આવતા દૂધ ભરેલા વાહનોમાં તપાસ હાથ ધરાઇ હતી. જ્યાં 22 જેટલા વાહનોમાંથી સ્થળ પર નમૂના લઇને તેનું ટેસ્ટીંગ કરાયું હતું. આ ટેસ્ટીંગ દરમિયાન હાલ 4 વાહનમાંથી પાણીની ભેળસેળ સામે આવી હતી. અને સ્થળ પર 228 લીટર ભેળસેળ યુક્ત દૂધનો નાશ કરાયો હતો.સવારે 4 વાગ્યાથી દૂધમાં થતી ભેળસેળ કરવા માટે શહેરના એન્ટ્રી પોઈન્ટ પર મેગા ડ્રાઇવ યોજી હતી. જ્યાં ગોંડલ ચોકડી પાસે દૂધ ભરેલા વાહનો ચેકિંગ કર્યું હતું. અને તેમાંથી દૂધ ભરેલા વાહનોમાંથી દૂધ લઈને અમે સ્થળ પર જ મેં તેનું ટેસ્ટિંગ કર્યું હતું. તો અમે તહેવારને અનુલક્ષીને અને આ મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં અમે 22 જેટલા વાહનોમાં ટેસ્ટિંગ હાથ ધર્યુ હતું.જેમાં છકડો રિક્ષા, ટેન્કર વગેરેનો સમાવેશ થાય છે. અમારી પાસે ગાંધીનગરથી ફાળવેલી ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફટી ઓન વહીલ્સ છે. જેમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલમાં દૂધના ફેટનું પ્રમાણ, FSNનું પ્રમાણ અને દૂધમાં યુરિયા ભેળવેલ છે કે પાણી તેની ચકાસણી કરવામાં આવી છે.દૂધમાં ફેટ વધારવા માટે તેલ અથવા તો વેજિટેબલ ઘી નાંખે જેથી ફરી દૂધનું ફેટ 6.5 જેટલું થઈ જાય છે. જોકે તેનો સ્વાદ તૂરો થઈ જાય છે તેથી તેને દબાવવા માટે પાઉડર પણ ઉમેરાય છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Oil or vegetable ghee to increase fat in fake milk