Blast at Kabul Airport Gate
Aastha Magazine
Blast at Kabul Airport Gate
આંતરરાષ્ટ્રીય

કાબુલ એરપોર્ટ ગેટ પર બ્લાસ્ટ

તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતાનું વાતાવરણ છે. દેશવાસીઓમાં ભયનો માહોલ છે અને લોકો ત્યાંથી બહાર નિકળવા માટે અધીરા થઈ રહ્યાં છે. તાલિબાનીઓના ડરથી લોકો દેશ છોડી ભાગી રહ્યાં છે અને કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ ઉમટી પડી છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હોવાના સમાચાર છે.

તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં મોટી ઘટના બની છે. કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પેંટાગનએ આ હુમલાની પુષ્ટી કરી છે. આ પહેલા, ઈટાલીના એક સૈન્ય વિમાન પર કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Blast at Kabul Airport Gate

Related posts

નાસાના રિપોર્ટ અનુસાર : ભાવનગર અને ઓખા સહીત આ બધા શહેરો ડૂબી જશે પાણીમાં

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

વિશ્વનો સૌથી ધનિક દેશ બની ગયુ ચીન

aasthamagazine

સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પહેલી ભારતીય મહિલા

aasthamagazine

ચીને પાકિસ્તાન માટે ઘાતક યુધ્ધ જહાજનુ નિર્માણ કર્યુ

aasthamagazine

કાબુલમાં લગાવવામાં આવ્યા તાલિબાનની નવી સરકારના હોર્ડિંગ્સ

aasthamagazine

Leave a Comment