Modi's Gujarat tour suddenly canceled - Amit Shah will come to Gujarat
Aastha Magazine
Modi's Gujarat tour suddenly canceled - Amit Shah will come to Gujarat
રાષ્ટ્રીય

મોદીનો ગુજરાત પ્રવાસ અચાનક રદ-અમિત શાહ ગુજરાત આવશે

5 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત મુલાકાતે આવવાના હતા. પરંતુ, પીએમ મોદીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમ હોવાથી પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જોકે, પીએમ મોદી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. આ નિમિતે સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટનું વર્ચ્યુઅલી લોકાર્પણ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટના રોજ બેથી 3 દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ સાથે અમિત શાહ અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ કલેકટર સાથે પણ બેઠક યોજશે. હાલ તો અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને ભાજપ કાર્યકરો અને સરકારમાં ઉત્સાહનો માહોલ છે. અને, ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમિત શાહના આગમનને લઇને તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Modi’s Gujarat tour suddenly canceled – Amit Shah will come to Gujarat

Related posts

સંસદના 700થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત

aasthamagazine

રામદેવ કોરોનીલ વેચવા જૂઠું બોલ્યાઃ સુપ્રીમ કોર્ટની સમક્ષ ડીએમએની રજૂઆત

aasthamagazine

મમતા દીદીએ મુંબઈમાં રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ.

aasthamagazine

જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં વાદળો ફાટયા

aasthamagazine

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીની 75મી જન્મજયંતીના અવસરે લાલ કિલ્લા પરથી સંબોધન

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

Leave a Comment