The next session of Gujarat Legislative Assembly will be held from September
Aastha Magazine
The next session of Gujarat Legislative Assembly will be held from September
ગુજરાત

ગુજરાત વિધાનસભાનુ આગામી સત્ર ૨૭મી સપ્ટેમ્બરથી મળશે

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર તા.૨૭ મી સપ્ટેમ્બરથી શરૂ થશે. બે દિવસ યોજાનારા આ સત્રમા શોકદર્શક ઉલ્લેખો,રાજય સરકારે કરેલી જનહિત લક્ષી કામગીરી સહિત ચાર સરકારી વિધેયકો લવાશે. મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજય મંત્રીમંડળની બેઠકમા રાજ્યપાલશ્રીને તે અનુસાર ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સત્રના પ્રારંભે ગુજરાત વિધાનસભાના ૧૮ જેટલાં દિવંગત પૂર્વ મંત્રીશ્રીઓ અને સભ્યશ્રીઓના શોકદર્શક ઉલ્લેખો મુખ્યમંત્રીશ્રી દ્વારા રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત સત્ર દરમ્યાન સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે ૪ સરકારી વિધેયકો હાથ ધરાશે. મંત્રીશ્રી જાડેજાએ વિધાનસભા ખાતે હાથ ધરાનારા સરકારી વિધેયકોની વિગતો આપતાં કહ્યુ કે મેડીકલ કોલેજોમાં એન.આર.આઇ. માટે પ્રવેશ બાબતે ગુજરાત પ્રોફેશનલ મેડીકલ એડ્જ્યુકેશન કોલેજીસ એન્ડ ઇન્સ્ટીટ્યુશન્સને લગતા કાયદામાં સુધારો સુચવતું વિધેયક રજુ કરવામાં આવશે તેમજ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણો મુજબ હાલના કાયદામાં સુધારો સુચવતું સુધારા વિધેયક પણ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાન્ટ ઇન એડ કોલેજોને પ્રાઇવેટ યુનીવર્સિટીઓના એફીલીએશનમાંથી દુર કરવા માટે પ્રાઇવેટ યુનીવર્સિટી એમેન્ડમેન્ટ બીલ પણ હાથ ધરવામાં આવશે. તેમજ પાર્ટનરશીપ એક્ટમાં સુધારા કરતુ રજિસ્ટ્રેશન બાબતે ઓનલાઇન અરજીની જોગવાઇ કરતું વિધેયક પણ વિચારણામાં લેવામાં આવશે અને સત્રના કામકાજના છેલ્લા દિવસે છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. રાજયના નાગરિકો માટે જનહિતની નિતી અને નિર્ણયોને વળેલી રાજય સરકારે સતત પ્રજાનો વિશ્વાસ જીતીને છેલ્લા ૩ દાયકાથી ગુજરાતના વિકાસની આગેકુચ જારી રાખેલ છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજયના પ્રજાજનોની સુખાકારી તથા આશા આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી કામ કરતી રાજય સરકાર રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે તે માટે પ્રતિબધ્ધ છે .

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

The next session of Gujarat Legislative Assembly will be held from September

Related posts

રાજ્ય સરકાર આગામી વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ આયોજિત કરશે.

aasthamagazine

રાજ્યના 39 પીઆઈની બદલીના આદેશ આપ્યા

aasthamagazine

ગુજરાત : બેરોજગાર લોકોની આત્મહત્યામાં દેશમાં ચોથા ક્રમે

aasthamagazine

પોલીસ-એલઆરડીની ભરતીમાં પારદર્શિતા રખાશે : હર્ષ સાંઘવી

aasthamagazine

ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/03/2022

aasthamagazine

Leave a Comment