Offline classes of Std. 6 to 8 will be started from 2nd September: Minister of Education
Aastha Magazine
Offline classes of Std. 6 to 8 will be started from 2nd September: Minister of Education
એજ્યુકેશન

2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે : શિક્ષણમંત્રી

કેબિનેટની બેઠકપછી ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરૂવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.

કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરવા માટે સક્રિય થઈ છે. બીજી તરફ અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ શું ઈચ્છે છે તે માટે વાલીઓનો સંપર્ક કર્યો હતો. જેમાં 58 ટકા જેટલા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાની ઈચ્છા દર્શાવી હતી. બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગોના 1,850 વાલીઓનો સંપર્ક કર્યો હતો. જે પૈકી 1,323 વાલીઓએ પ્રતિભાવ આપ્યા હતા.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Offline classes of Std. 6 to 8 will be started from 2nd September: Minister of Education

Related posts

આર્થિક તંગી : વિદ્યાર્થીઓને પ્રાઈવેટ સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં એડમિશન

aasthamagazine

મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી ખુલશે 1થી 12 ધોરણની સ્કૂલ

aasthamagazine

ગુજરાત : ધો.1થી 5ના ક્લાસ દિવાળી પછી શરૂ કરાશે

aasthamagazine

Speed News – 05/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ જ હટાવી દેવાઈ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/03/2022

aasthamagazine

Leave a Comment