Rajkot: R.K. Income tax was monitored on all transactions of the group
Aastha Magazine
Rajkot: R.K. Income tax was monitored on all transactions of the group
રાજકોટ

રાજકોટ : એક વર્ષથી આર.કે. ગ્રૂપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી

રાજકોટમાં મંગળવારે સવારે 6.00 કલાકે આર.કે. ગ્રૂપ, ટ્રીનટ્રી ગ્રૂપના પ્રફુલભાઈ ગંગદેવ સહિત કુલ ચાલીસથી વધુ સ્થળોએ સર્ચ અને સરવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 6.00 કલાકે શરૂ થયેલી આ તપાસ હજુ બીજા બે દિવસ ચાલશે. મંગળવારે મોડી રાત સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આર.કે. ગ્રૂપ સાથે જે કોઈ મિલકતની ખરીદી- વેચાણ કરતા હતા તેમાં કેશ ઓન ટ્રાન્ઝેક્શન થતા હતા એટલે કે દસ્તાવેજ ઉપરની રકમ કેશમાં જ ચૂકવાતી હતી.આર.કે. ગ્રૂપના રેસિડેન્ટ, કોમર્શિયલ, ઔદ્યોગિક પ્રોજેક્ટમાં રાજકોટના મોટા ગજાના ઉદ્યોગપતિ, ડોક્ટર અને સોની વેપારીઓએ રોકાણ કર્યું છે.

છેલ્લા એક વર્ષથી આર.કે. ગ્રૂપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી. આર.કે. ગ્રૂપની ફાઇનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા છે. આર.કે. ગ્રૂપ કેશ પર થતા ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા. ટેક્સચોરી છુપાવવા અને પોતાન મોબાઈલમાં રહેલા વ્યવહારો બહાર ન આવે તે માટે બિલ્ડર્સ, ફાઇનાન્સર્સે પોતાના મોબાઈલ બદલી નાખ્યા હતા, મેસેજ ડિલીટ કરી નાખ્યા હતા, પરંતુ ઈન્કમટેક્સની ટીમે આ બધા મોબાઈલ અને વ્યવહારોનો ડેટા શોધી કાઢ્યો હતો. અને ભાગીદારોને વોટ્સએપમાં મેસેજ કરીને તેની પાસે વ્યવહારો મગાવતા સમગ્ર છુપાયેલા વ્યવહારો સામે આવ્યા હતા.બિલ્ડર લોબીમાં ચર્ચાતી વિગત મુજબ જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે પૈકી એક પેઢી મારફત રાજકોટના 20 બિલ્ડરની રોકડની લેતી-દેતી ટોકન સિસ્ટમથી દૈનિક ચાલે છે. એક ઓફિસમાં રોજની રૂ.20 કરોડથી વધુ રકમ પડેલી હોય છે અને ત્યાં જે કોઇ વ્યક્તિ કાચી ચિઠ્ઠીમાં જે રકમ લખીને આવે તે રકમ તેને રોકડમાં ચૂકવી દેવાઈ છે. દરોડા પડતા જેમને આ પેઢી સાથે રોકડમાં વ્યવહારો કર્યા છે તેને પોતાના વ્યવહારો સગેવગે કરી નાખ્યા હતા. હાલ આ વ્યવહારોની ચકાસણી ઈન્કમટેક્સે કરી છે. આયકરની તપાસમાં આગામી દિવસોમાં વધુ બિનહિસાબી વ્યવહાર મળવાની સંભાવના છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Rajkot: R.K. Income tax was monitored on all transactions of the group

Related posts

રાજકોટ : આજી-3 માં પાણીની વિપુલ આવક થતા નિચાણવાળા ગામો એલર્ટ કરાયા

aasthamagazine

રાજકોટ : આરોગ્ય વિભાગમાં સ્ટાફ વધારવા અને કોરોના ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધારવા તૈયારીઓ

aasthamagazine

રાજકોટ : મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રકાશ સોસાયટી સહિત વધુ એક ડઝન સોસાયટીમાં અશાંતધારો

aasthamagazine

રાજકોટ : મારુતિ સુઝુકીના શો-રૂમમાં ભીષણ આગ

aasthamagazine

રાજકોટ ધારાસભ્ય ગોવિદભાઇ પટેલ નો ગૃહમંત્રી ને રાજકોટ પોલીએ કામીસ્નર વિરુદ્ધ નાણા વસૂલી નો પત્ર.

aasthamagazine

રાજકોટ : હોટલ ઇમ્પીરિયલ પેલેસમાં જુગાર મહેફિલ : ન્યૂડ ડાન્સ બાદ જુગાર મહેફિલ

aasthamagazine

Leave a Comment