India: Strict warning to Taliban over Taliban occupation of Afghanistan
Aastha Magazine
India: Strict warning to Taliban over Taliban occupation of Afghanistan
આંતરરાષ્ટ્રીય

ભારત : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અંગે તાલિબાનને કડક ચેતવણી

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અંગે તાલિબાનને કડક ચેતવણી આપી છે. બિપિન રાવતે કહ્યું છે કે જો તાલિબાન ભારત તરફ જુએ છે તો તેની સાથે એ જ વ્યવહાર કરવામાં આવશે, જે આપણે આતંકવાદીઓ સામે કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત ગુપ્ત માહિતીના રૂપમાં વધારાના સમર્થનને આવકારશે, કારણ કે તે આતંકવાદ સામે વૈશ્વિક યુદ્ધ લડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.બિપિન રાવતે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ‘ધ ઈન્ડિયા-યુએસ પાર્ટનરશિપ: સિક્યોરિંગ ધ 21 સેન્ચ્યુરી’માં કહ્યું કે, જ્યાં સુધી અફઘાનિસ્તાનની વાત છે, અમે સુનિશ્ચિત કરીશું કે તાલિબાનીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તેની સાથે પણ તે જ રીતે વ્યવહાર કરવામાં આવશે, જે રીતે આપણે આપણા દેશમાં આતંકવાદનીઓ સાથે કરી રહ્યા છીએ. બિપિન રાવતે કહ્યું કે ભારતીય સેના તાલિબાનની ઘૂસણખોરીને રોકવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.બિપિન રાવતે વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જે થયું તેનો આપણને પહેલેથી જ અંદાજ હતો, તેથી અમે અમારા લોકોને ત્યાંથી બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ એ જ તાલિબાન છે જે 20 વર્ષ પહેલા હતું, જે પહેલા થયું તે ફરી થઈ શકે છે. બિપિન રાવતે કહ્યું કે ભારતને અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાનો ડર પહેલેથી જ હતો. જો કે, આ કબજો ખૂબ ઝડપથી થયો છે. તેમણે કહ્યું કે અમારો અંદાજ હતો કે તાલિબાન થોડા મહિનામાં અફઘાનિસ્તાનનો કબજો કરશે. બિપિન રાવતે કહ્યું કે જો અફઘાનિસ્તાનથી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ભારત તરફ આવે છે તો આપણી સેના તેનો સામનો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
India: Strict warning to Taliban over Taliban occupation of Afghanistan

Related posts

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 01/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

દુબઇમાં મુખ્યમંત્રીનો રોડ-શૉ: ગુજરાત યુએઈ માટે ભારતનું પ્રવેશ દ્વાર છે

aasthamagazine

વિશ્વના ખૂણે વસતા ગુજરાતીઓ માટે ‘વતન પ્રેમ યોજના’ની જાહેરાત

aasthamagazine

ચીન લદાખ પાસે તૈયાર કરી રહ્યું છે નવો ફાઇટર એરક્રાફ્ટ બેઝ

aasthamagazine

100 સૌથી પ્રભાવશાળી લોકોની લિસ્ટમાં PM મોદી

aasthamagazine

Leave a Comment