The government has decided to sell assets worth Rs 6 lakh crore
Aastha Magazine
The government has decided to sell assets worth Rs 6 lakh crore
રાષ્ટ્રીય

સરકારે 6 લાખ કરોડની મિલકત વેચવા કાઢી

નાણાકીય સ્ત્રોતોમાં વધારો કરવા માટે એસેટ મોનેટાઇઝેશન કરવામાં આવનાર છે.

આ પ્લાનમાં રોડ અને રેલવે એસેટ્સ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઇન્સ, અને ગેસ પાઇપલાઇનોનો હિસ્સો વેચવાનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવારે તેનો રોડમેપ પૂરો પાડવાના છે. આ હિસ્સા વેચાણ પીએમ મોદીની વ્યૂહાત્મક વિનિવેશ નીતિ હેઠળ કરાશે.

આ આયોજન હેઠળ રાજ્ય કેટલાક ઓળખી કાઢવામાં આવેલા ક્ષેત્રો જ તેની પાસે રાખશે અને બાકીનાનું ખાનગીકરણ કરશે. સરકાર અહીં કોઈ એસેટ્સ સંપૂર્ણપણે વેચી નહી નાખે, પરંતુ તેનો સારામાં સારો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરશે.

આમ એસેટની માલિકી સરકાર પાસે રહેશે. સમગ્ર કવાયત દ્વારા વધુને વધુ મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સરકાર માર્ચ 2022માં પૂરા થનારા નાણાકીય વર્ષ સુધીમાં એસેટ મોનેટાઇઝેશનના આયોજન હેઠળ 1.75 લાખ કરોડ મેળવે તેવી સંભાવના છે.

આ એસેટ વેચાણ આયોજન દ્વારા કોરોનાના લીધે કરવેરાના મોરચે પડેલી ઘટને ભરપાઈ કરવામાં આવશે. આ વર્ષે વ્યાપક વિનિવેશ દરખાસ્તમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના પબ્લિક ઇશ્યૂની સાથે બીપીસીએલ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓના વેચાણનો સમાવેશ થાય છે. સીતારામન 11 મંત્રાલયો હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સના મોનેટાઇઝેશનના આયોજનની જાહેરાત કરે તેમ મનાય છે.

26,700 કિ.મી.ના નેશનલ હાઇવે અને નવા રસ્તાઓનું મોનેટાઇઝેશન કરીને 1.6 લાખ કરોડ મેળવાશે. આ માટે એનએચએઆઇ ઇનવિટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) રૂટ અપનાવશે.

રેલવેનું મોનેટાઇઝેશન કરીને 1.5 લાખ કરોડ મેળવવામાં આવે તેમ માનવામાં આવે છે. તેમા 400 રેલવે સ્ટેશનો, 90 પેસેન્જર ટ્રેનો, 741 કિ.મી.ની કોંકણ રેલવેઝ અને 15 રેલવે સ્ટેડિયમો અને કોલોનીઓનું મોનેટાઇઝેશન કરીને અંદાજે 1.2 લાખ કરોડ મેળવવામાં આવશે.

વીજ ક્ષેત્રની એસેટ્સ દ્વારા એક લાખ કરોડ મેળવાશે તેમ મનાય છે. તેમા પાવર ટ્રાન્સમિશનનું મોનેટાઇઝેશન કરીને 45,200 કરોડ અને છ ગીગાવોટની પાવર જનરેશન એસેટનું મોનેટાઇઝેશન કરીને 39,832 કરોડ એકત્રિત કરાશે.

ગેસ પાઇપલાઇન દ્વારા 59,000 કરોડ મેળવાશે. 8,154 કિ.મીની નેચરલ ગેસ પાઇપલાઇન દ્વારા 24,462 કરોડ અને 3,930 કિ.મી પ્રોડક્ટ પાઇપલાઇન દ્વારા 22,504 કરોડ મેળવાશે તેમ મનાય છે.

ટેલિકમ્યુનિકેશન એસેટ્સ દ્વારા 40,000 કરોડ મેળવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. તેમા ભારતનેટ ફાઇબરની 2.86 લાખ કિ.મી.નું લાઇનનું મોનેટાઇઝેશન કરી 35,100 કરોડ મેળવાશે. જ્યારે બીએસએનએલઅને એમટીએનએલના સિગ્નલ ટાવરના 14,917 કરોડ મેળવાશે.

પબ્લિક વેરહાઉસિસ અને કોલસાની ખાણો દ્વારા 29,000-29000 કરોડ મેળવાશે. એરપોર્ટ મોનેટાઇઝેશન દ્વારા 20,782 કરોડ અને પોર્ટ દ્વારા 12,828 કરોડ મેળવાશે. નાગરિક ઉડ્ડયન અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને માઇનિંગ એસેટ્સ દ્વારા બીજા એક લાખ કરોડ મેળવવામાં આવશે તેમ મનાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત નવી દિલ્હીમાં આવેલા જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ અને પ્રાદેશિક કેન્દ્રો દ્વારા 11,450 કરોડની રકમ મેળવાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં વાર્ષિક ભાષણ દરમિયાન મીડિયમ ટર્મના રોડમેપની કરેલી જાહેરાત સરકારના એસેટ સેલની પહેલ માટે એક રોડમેપ તરીકે કામ કરશે.

ઓછી ઉપયોગમાં લેવાતી એસેટને મોનેટાઇઝ કરવામાં આવશે અને એસેટની માલિકી સરકાર પાસે રહેશે. તેમણે જણાવ્યું હતું કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળ બ્રાઉનફિલ્ડ એસેટ્સને મોનેટાઇઝ કરવામાં આવશે અને તેમા ખાનગી ક્ષેત્રની ભાગીદારી કરવામાં આવશે. ખાનગી ભાગીદારીઓએ નિયત સમય પછી સરકારને મિલકત પરત સુપ્રદ કરી દેવાની રહેશે.

મોનેટાઇઝેશન દ્વારા મળેલા નાણાન ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ માટે કરવામાં આવશે. આમ વેચાનારી એસેટનું મૂલ્ય એનઆઇપી હેઠળ થનારા કુલ 111 લાખ કરોડના રોકાણના 5.4 ટકા હશે અને કેન્દ્રના 43 લાખ કરોડના પ્રસ્તાવિત ખર્ચના 14 ટકા હશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

The government has decided to sell assets worth Rs 6 lakh crore

Related posts

ફ્રી ગિફ્ટના નામે આવતી કોઈ પણ લિંક ન ખોલવા સલાહ

aasthamagazine

સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસે બેંક બંધ રહેશે

aasthamagazine

27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવ્યો

aasthamagazine

PM મોદીએ દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું કર્યુ ઉદ્ધાટન

aasthamagazine

ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત ફર્યા બાદ નીરજ ચોપડા બીમાર

aasthamagazine

અટલ ટનલ રોહતાંગનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં

aasthamagazine

Leave a Comment