Three forms of Guru Granth Sahib were brought from Kabul
Aastha Magazine
Three forms of Guru Granth Sahib were brought from Kabul
રાષ્ટ્રીય

કાબુલથી લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેનો સિલસિલો ચાલુ છે. તાલિબાનના ડરથી અત્યાર સુધી 400થી વધુ લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યા છે. મંગળવારે પણ 78 લોકોનુ એક દળ ભારત પહોંચ્યુ. આમાં 44 અફઘાન સિખ શામેલ હતા જે પોતાની સાથે સિખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપને લઈને આવ્યા છે. આ દળ કાબુલથી દુશાંબે પહોંચ્યુ હતુ ત્યારબાદ દુશાંબેથી તેમને ભારત લાવવામાં આવ્યા. મંગળવારે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી આ દળને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા અને હરદીપ પુરી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ પ્રતીઓને એરપોર્ટથી બહાર લઈને આવ્યા.

હરદીપ પુરી સાથે આ નેતાઓ પણ રહ્યા હાજર

દિલ્લી ઈન્ટરનેશન એરપોર્ટ પર હરદીપ સિંહ પુરી સાથે-સાથે રાજ્યમંત્રી વી મુરલીધરન અને ભાજપ નેતા આરપી સિંહ પણ હાજર રહ્યા. આ ત્રણ નેતાઓએ કાબુલથી લાવવામાં આવેલ શ્રી ગુરુ ગ્રંથ સાહિબને રિસીવ કર્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે હરદીપ સિંહ પુરી, વી મુરલીધરન અને આરપી સિંહ ત્રણેએ ગુરુ ગ્રંથ સાહિબની પ્રતીઓને માથા પર રાખેલી છે અને સતનામ શ્રી વાહેગુરુના ઘોષ સાથે આ બધા એરપોર્ટથી બહાર આવતા દેખાઈ રહ્યા છે.

અફઘાનમાં રહેતા ભાઈઓને પણ જલ્દી બહાર લાવવામાં આવશે – હરદીપ સિંહ પુરી

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે પીએમ મોદીનો આભાર માનવા માંગુ છુ, જેમણે આપણા ભાઈઓને અફઘાનિસ્તાનથી લાવવા માટે રેસ્ક્યુ ઑપરેશનને અંજામ આપવાનુ સંભવ બનાવ્યુ. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે મોટાભાગના ભારતીયો અને અફગાન સિખોને ત્યાંથી લાવવામાં આવી ચૂક્યા છે અને બાકીના જે રહી ગયા છે તેમને પણ ત્યાંથી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે સતત તેમના સંપર્કમાં છે. હરદીપ સિંહ પુરીએ આ દરમિયાન વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરણનેો પણ આભાર માન્યો. તમને જણાવી દઈએ કે કાબુલમાં ફસાયેલા 78 લોકોને એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા પહેલા તઝાકિસ્તાનના દુશાંબે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ત્યાંથી આજે દિલ્લી લાવવામાં આવ્યા.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Three forms of Guru Granth Sahib were brought from Kabul

Related posts

મોદી કેબિનેટમાં ઘણા મહત્વના ફેંસલાઓ પર લાગી મોહર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરના સ્વાસ્થ્ય માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે

aasthamagazine

વિપક્ષના હોબાળા બાદ રાજ્ય સભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

aasthamagazine

ભારતીય સેના : બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું પરીક્ષણ સફળ

aasthamagazine

10માં બજેટની 10 મોટી વાતો – ખેડૂત, મહિલાઓ અને મિડલ ક્લાસને શુ ?

aasthamagazine

Leave a Comment