



ગુજરાતમાં અને ખાસ કરીને કેવડિયા આવે એવી શક્યતા છે. મોદીના આવવાની વાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે મોદી નર્મદા ઘાટની આરતી સહિત અન્ય ૫૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટો જેમાં ઈ-કાર, ભૂલભૂલૈયા ગાર્ડન સહિત અનેક પ્રોજેક્ટોને ખુલ્લા મૂકશે. આ સાથે જંગલ સફારીની પણ વિઝિટ કરીને નવા બંગાળ ટાઇગરની જોડીને જોવા જઈ શકે એવી હાલ શક્યતા છે.સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનું લોકાર્પણ મોદીના હસ્તે થયું હતું, ત્યારે મોદીની સૂચનાથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાના આયોજનના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે ૧૪ કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Modi’s 21st birthday: Various projects will be opened in Kevadia