An ultimatum to Infosys to rectify IT portal shortcomings by September 15
Aastha Magazine
An ultimatum to Infosys to rectify IT portal shortcomings by September 15
રાષ્ટ્રીય

આઇટી પોર્ટલની ખામીઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા ઇન્ફોસિસને અલ્ટિમેટમ

નાણા પ્રધાન નિર્મલા સિતારમને ઇન્ફોસિસને નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ સાથે જોડાયેલી ટેકનિકલ સમસ્યાઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા જણાવ્યું છે. આ અગાઉ તેમણે આ પોર્ટલને વિકસિત કરનારી કંપની ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખની સમક્ષ વેબસાઇટ સાથે જોડાયેલી ટેકનિકલ ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્મલા સિતારમન પોતાના કાર્યાલયમાં સલિલ પારેખને મળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન નાણા પ્રધાને ઇન્ફોસિસના સીઇઓને પૂછ્યું હતું કે વેબસાઇટ લોન્ચ થયાના અઢી મહિના પછી પણ વેબસાઇટ શા માટે બરાબર ચાલતી નથી?

આ બેઠક દરમિયાન ઇન્ફોસિસના એમડી અને સીઇઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે તેઓ અને તેમની ટીમ પોર્ટલ સારી રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટેના શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે.

આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર બેઠક દરમિયાન નાણા પ્રધાને ઇન્ફોસિસના સીઇઓને વેબસાઇટની ટેકનિકલ ખામીઓ દૂર કરવા વધુ પ્રયત્નો કરવા જણાવ્યું હતું જેથી કરીને કરદાતાઓને પડતી મુશ્કેલીઓનું ઝડપથી ઉકેલ મેળવી શકાય.

આ બેઠક પછી આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણા પ્રધાને વેબસાઇટની તમામ પ્રકારની ખામીઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા ઇન્ફોસિસને જણાવ્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

An ultimatum to Infosys to rectify IT portal shortcomings by September 15

Related posts

આસિસટન્ટ પ્રોફેસરોની ભરતી માટે જરૂરી નથી પીએચડી

aasthamagazine

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ આવ્યા

aasthamagazine

અંતરિક્ષ ક્ષેત્રે ભારતની એક વધુ સિધ્ધિ :SSLV-D2નું પ્રક્ષેપણ સફળ રહ્યું

aasthamagazine

વિપક્ષના હોબાળા બાદ રાજ્ય સભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

aasthamagazine

ફ્રી ગિફ્ટના નામે આવતી કોઈ પણ લિંક ન ખોલવા સલાહ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

Leave a Comment