Gujarat Assembly Election: Clarification on the age of MLAs
Aastha Magazine
Gujarat Assembly Election: Clarification on the age of MLAs
રાજકારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ધારાસભ્યોની ઉંમર અંગે સ્પષ્ટતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે તેના ભાગરૂપે ભાજપના નેતાઓ દ્વારા જન યાત્રા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે અમરેલી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સી. આર. પાટીલે પક્ષની કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. જે સાથે એક મોટી જાહેરાત પણ કરી હતી. જેના કારણે ગુજરાતના રાજકરણમાં ચર્ચાનું જોર વધ્યું છે.સી. આર. પાટીલ અમરેલી મુલાકાત દરમિયાન એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ચૂંટણીમાં ટિકીટ નહીં આપવાનો નિર્ણય ફક્ત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે હતો. જેનો સીધો અર્થ એમ થયો કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 60 વર્ષથી વધુની ઉંમરના દાવેદારોને પણ ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે.વરિષ્ઠ નેતાઓ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરનાને ટિકિટ નહીં આપવાના નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેની અસર આગામી ચૂંટણીમાં થઇ શકે છે, જે કારણે ભાજપ પ્રદેશ પ્રમુખને આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર પડી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી ખાતે સી. આર. પાટીલ દ્વારા ભાજપના કેસરી સેવા યજ્ઞ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને સરળતાથી મળી રહે તે માટે મદદરૂપ થવા માટે આ કાર્યાલયનું નિર્માણ કરાયું છે. આ સાથે કોરોના કાળમાં મૃત્યુ પામેલા ભાજપના કાર્યકરોને મદદરૂપ થવા માટે ક્રાઉડ ફંડિગ મારફત એક ફંડ એકત્રિત કરવાની પણ શરૂઆત અમરેલી ખાતેથી કરવામાં આવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gujarat Assembly Election: Clarification on the age of MLAs

Related posts

મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય ?

aasthamagazine

ભાજપ સૂટ-બૂટવાળાની સરકાર છે. તેમની તમામ નીતિ બિઝનેસ ગૃહો માટે છે. : કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ

aasthamagazine

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તૈયારીઓ પૂર જોશમાં

aasthamagazine

મોદીને માત્ર છબિ ચમકાવવામાં જ રસ’ – ઈસુદાન ગઢવી

aasthamagazine

ગુજરાત : વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે નવા ચહેરા ?

aasthamagazine

ભવાનીપૂર બેઠક પર મમતાએ 58,832 મતથી મેળવી જીત

aasthamagazine

Leave a Comment