Gujarat: 12 thousand LRD personnel will be recruited in the police
Aastha Magazine
Gujarat: 12 thousand LRD personnel will be recruited in the police
ગુજરાત

ગુજરાત : પોલીસમાં 12 હજાર એલઆરડી જવાનોની ભરતી કરાશે

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં 19 નવા પોલીસ સ્ટેશન અને 8 પોલીસ આઉટ પોસ્ટ બનાવવા ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસમાં ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી આગામી નવેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.પ્રદિપસિંહ જાહેજાએ કરેલી મહત્વની જાહેરાતોમાં રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર સ્તરના નવા ૧૯ પોલીસ સ્ટેશન અને 8 નવી પોલીસ આઉટ પોસ્ટ સ્થાપવા તેમજ આગામી નવેમ્બર મહિનામાં રાજ્ય પોલીસમાં 12 હજાર પદો ઉપર ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે.કોરોનાના કારણે પોલીસ તંત્રમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સરકાર મક્કમ છે. દિવાળીના વેકેશન બાદ નવેમ્બર મહિનામાં 12 હજાર LRD જવાનોની ભરતી માટે ગૃહ વિભાગ અને ભરતી બોર્ડ તૈયારી કરી રહ્યું છે. વધુમાં પ્રદિપસિંહે જણાવ્યુ કે, ૪૭.૧૮ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા ૧૮ નવા પોલસ સ્ટેશનો અને ૮ આઉટ સ્ટેશન પોસ્ટ અપગ્રેડેશનમાં અરવલ્લી જિલ્લમાં ટિટોઈ આઉટ પોસ્ટને પોલીસ ઈન્સ્પેક્ટર સ્તરનુ કરવામાં આવ્યુ છે. જ્યારે બનાસકાંઠામાં પાલનપુર, અમીરગઢ, નવસારીના વિજલપોર, વલસાડમાં વલસાડ ગ્રામ્ય, પારડી, ડુંગરા સ્ટેશનને પણ અપગ્રેડ કરાયા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gujarat: 12 thousand LRD personnel will be recruited in the police

Related posts

રેકોર્ડ બ્રેક ગરમી પડશે, માર્ચ, એપ્રિલ-મેમાં આટલું તાપમાન રહેશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 10/01/2022

aasthamagazine

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા

aasthamagazine

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત 200 કાર્યકરો ભાજપમાં જોડાયાં

aasthamagazine

લેન્ડ ગ્રેબિંગ એક્ટ : ગુજરાતમાં ૫૬૭ કરોડની જમીન પચાવાના કેસ નોંધાયા

aasthamagazine

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી

aasthamagazine

Leave a Comment