



અફઘાનિસ્તાનના ઘટનાક્રમને ધ્યાનમાં રાખતા, પીએમ મોદીએ વિદેશ મંત્રાલયને તમામ રાજકીય દળના નેતાઓને સંક્ષિપ્ત જાણકારી આપવાનો આદેશ આપ્યો છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી આગળની જાણકારી આપશે.
વિદેશ મંત્રાલયે 26 ઓગસ્ટે બોલાવી સર્વદળીય બેઠક
સૂત્રો અનુસાર વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાન સંકટને લઈને 26 ઓગસ્ટની સવારે 11 વાગે સર્વદળીય બેઠક બોલાવી છે. મંત્રી પ્રહલાદ જોશી આ બેઠકને કૉર્ડિનેટ કરશે.
સંયુક્ત રાષ્ટ્ર હાઇ કમિશનરના કાર્યાલયની સામે અફઘાન શરણાર્થીઓનું વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર હાઇ કમિશનરના કાર્યાલયની સામે અફઘાન શરણાર્થીઓનું વિરોધ પ્રદર્શન સતત જારી છે. તેમની માગ છે કે તમામ અફઘાન માટે શરણાર્થીનો દરજ્જો, કોઈ ત્રીજા દેશ માટે પુનર્વાસ વિકલ્પ અને ભારત સરકાર પાસેથી સુરક્ષા મળે. આ પ્રદર્શન પર વાત કરતા ભારતમાં અફઘાન સમુદાયના પ્રમુખ અહેમદ જિયા ગનીએ જણાવ્યુ કે ભારતમાં 21,000થી વધારે અફઘાન શરણાર્થી છે અને તે તમામ અફઘાનિસ્તાન પાછા ફરવા માગતા નથી.
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને નીકાળવા માટે ભારત સરકારનો પ્રયત્ન જારી
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને અફઘાનોને નીકાળવા માટે ભારત સરકાર તરફથી દરેક સંભવ પ્રયત્ન ચાલુ છે. આ સંકટથી બહાર આવવા માટે હવે કાબુલથી દરરોજ બે ફ્લાઈટ સંચાલિત કરવાની અનુમતિ પણ આપવામાં આવી છે. ભારતે આશ્વાસન આપ્યુ છે કે તેઓ હિંદુઓ અને શીખોની સાથે સાથે અફઘાનિસ્તાનમાં પોતાના સહયોગીઓની પણ સહાયતા કરશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)