



કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગૃહ મંત્રાલયે PMOને એક રિપોર્ટ સોંપી છે, જેને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ત્રીજી લહેર અંગે મળી રહેલી ચેતવણીઓની સ્ટડી કરીને તૈયાર કરી છે, તે સાથે જ તેની પેનલ પણ અત્યારથી જ તેની તૈયારીમાં લાગી ગઇ છે.
આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર તેની ચરમસીમા પર હશે, તેમાં જણાવાયું છે કે 15 જુલાઇથી 13 ઓક્ટોબર 2021 વચ્ચે ત્રીજી લહેર આવવાની શક્યતા છે, ઓક્ટોબરમાં સ્થિતી ઘણી ગંભીર હશે અને વાયરસ તેની ચરમસીમા પર હશે.આ રિપોર્ટમાં બાળકો પર ત્રીજી લહેરનાં કારણે શું અસર થશે તે અંગે પણ જણાવાયું છે, રિપોર્ટ મુજબ બાળકો પર ત્રીજી લહેરની શું અસર થશે તે અંગે કોઇ પુરાવા મળ્યા નથી, પરંતું બાળકો માટે જોખમ વધી શકે છે.
બાળકો માટે રસીકરણ હજું શરૂ થયું નથી, જો કે બાળકોમાં કોરોના સંક્રમણ વગરનાં લક્ષણો જોવા મળ્યા હતાં, અને તેમનામાં હળવા લક્ષણો પણ પહેલાથી હતાં, બિમાર અને વધુ સારસંભાળવાળા બાળકો માટે આ ઘણો ચિંતાનો વિષય હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Will Corona’s third wave be at its peak in October?