Rajkot: Dispute over property between brothers and sisters after the death of Rajvi Manohar Singh Jadeja
Aastha Magazine
Rajkot: Dispute over property between brothers and sisters after the death of Rajvi Manohar Singh Jadeja
રાજકોટ

રાજકોટ : રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ – બહેન વચ્ચે મિલકત માટે વિવાદ

રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી એવા રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ – બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે, જેમાં માજી રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલીલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રીલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે. આની સામે,રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે પિતાનાં અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખરખાવમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રીલીઝ ડીડ પણ બનાવડાવી લીધું. વાસ્તવમાં, મિલ્કતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રીલીઝ ડીડ થઇ શકે, જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકર્ડમાંની એ નોંધ વિશે કલમ 135
(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી. આવા એક કેસમાં મામલતદારે નામ રદ્દ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે, તો અન્ય કેસમાં પ્રાંત અધિકારી સમક્ષ અપીલ થઇ છે.

રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.

રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા અને ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે આ વિવાદ સર્જાયો છે. આ વિવાદ માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને કાનૂની જંગ શરૂ થયો છે. વડિલોપાર્જીત મિલકતનો વહીવટ માધાતાસિંહ અન્ય વારસદારોને વિશ્વાસમાં લીધા વગર કરે છે, તેવી તકરાર અપીલ મામલો નાયબ કલેક્ટર અને પ્રાંત રાજકોટ શહેર-2ની કોર્ટમાં કેસ બોર્ડ પર આવ્યો હતો. જેને લઈને આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. હાલ આ અંગે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

કોને કેટલી મિલકત ?
રાજકુમારીએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. 31 ઓગષ્ટે તેમાં આગળની સુનાવણી થશે. તારીખ 6 જુલાઈ 2013ના રોજ મનોહરસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાનાં નોટરાઇઝ્ડ વીલમાં ધર્મપત્ની માનકુમારી દેવીને પેલેસમાં ચોક્કસ માર્કિંગવાળો ભાગ, દ્વારકા સ્થિત મકાન (દ્વારકેશ ભુવન) અને રૂપિયા અઢી કરોડ, પુત્રીઓ શાંતિદેવી જાડેજા, અંબાલિકાદેવી બુંદેલા અને ઉમાદેવી પરિહારને રૂપિયા દોઢ-દોઢ કરોડ, પૌત્ર જયદીપસિંહને મુંબઇ સ્થિત બે ફ્લેટ (નરેન્દ્ર ભુવન), પોતાના 13 સહાયકોને કુલ રૂપિયા 30.50 લાખ તેમજ બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Rajkot: Dispute over property between brothers and sisters after the death of Rajvi Manohar Singh Jadeja

Related posts

રાજકોટ : ધાબડીયું વાતાવરણ : ઠંડો પવન ફુંકાયો

aasthamagazine

રાજકોટ : પૂર્વ મંજૂરી વગર ધાર્મિક સરઘસ કાઢવુ નહીં : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

aasthamagazine

રાજકોટના જળાશયોમાં ૩૩૫ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની મંજૂરી આપી

aasthamagazine

રાજકોટ : બ્રિજનું નિર્માણ કામ ધીમું હોવાના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી

aasthamagazine

રાજકોટ : હોટલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા મોત

aasthamagazine

રાજકોટ : એક વર્ષથી આર.કે. ગ્રૂપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી

aasthamagazine

Leave a Comment