Preparing for changes to the traffic system to prevent vehicle accidents
Aastha Magazine
Preparing for changes to the traffic system to prevent vehicle accidents
રાષ્ટ્રીય

વાહન અકસ્માતો રોકવા માટે ટ્રાફીક સીસ્ટમમાં બદલાવની તૈયારી

રાજયમાં વાહનોની વધતી સંખ્યા અને લોકોમાં ટ્રાફીક નિયમોનાં પાલનની બેદરકારીનાં કારણે ટ્રાફીક સમવ્યા સાર્વત્રીક છે. સરકાર-પોલીસતંત્ર તેનો હલ કાઢવા વિવિધ પગલા લઈ જ રહી છે. જયારે હવે હાઈવે પણ આડેધડ ડ્રાઈવીંગ રોકવા માટે પગલા લેવાની તૈયારી કરવામાં આવી છે. ટ્રાફીક વિભાગનાં એડીશ્નલ ડીજીપી પિયુષ પટેલના કહેવા પ્રમાણે વાહન અકસ્માતો રોકવા માટે ટ્રાફીક સીસ્ટમમાં ધરખમ બદલાવની તૈયારી કરવામાં આવી રહી છે.

હાઈવે પર પણ ડીજીટલ ઉપકરણો મારફત વોચ રાખવામાં આવશે. રાજયના તમામ હાઈવે પર વાહનોની ઓવરસ્પીડ ચકાસવા માટે 45 સ્પીડ વાન ખરીદવામાં આવી રહી છે. તમામ જીલ્લાને તે અપાશે.રાત્રી દરમ્યાન વાહનો આડેધડ-મારધાડ ઝડપે દોડતા હોય છે તેની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત વિવિધ હાઈવે પરનાં જોખમી સ્થળોએ 200 થી વધુ હાઈ રીવોલ્યુશન કેમેરા ફીટ કરવામાં આવશે તેના આધારે ટ્રાફીક નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે.

સ્ટેટ ટ્રાફીક બ્રાંચને હાઈવે પર નિયમ ભંગ કરતા વાહનોને પકડવા માટે વધુ 40 ઈન્ટર સેપ્ટર વાહનો આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફીક નિયમનો ભંગ કરીને નાસી જતાં વાહન ચાલકોની પાછળ જઈને તેને પકડવાનો વ્યુહ છે. સુત્રોના કહેવા પ્રમાણે ટ્રાફીક કાર્યવાહી હવે સખ્ત કરવાનું નકકી થયુ છે. વાહન ચાલકો પાસે વાહનના દસ્તાવેજો નહી હોય તે સ્થળ પર જ ચલણ ઈસ્યુ કરાશે. ટ્રાફીક તંત્રનું એવુ માનવુ છે કે હાઈવે પર તો અકસ્માતો થાય જ છે પરંતુ શહેરને જોડતા હાઈવે પર શહેરોની ભાગોળે પ્રાણઘાતક અકસ્માતો ચિંતાજનક છે અને તે રોકવા માટે પણ ખાસ રણનીતી નકકી કરવામાં આવી રહી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Preparing for changes to the traffic system to prevent vehicle accidents

Related posts

ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ

aasthamagazine

UPSCએ ઉમેદવારો માટે 1800-11-8711 હેલ્પલાઇન નંબર

aasthamagazine

1 ફેબ્રુઆરીને રજૂ થશે બજેટ, પછી લાગૂ કરાશે કોવિડ પ્રોટોકોલ

aasthamagazine

રાજકોટ : વડાપ્રધાને અન્નયોજનાના લાભાર્થી સાથે સાથે વાત કરી

aasthamagazine

મુંબઈમાં સાંજે પાંચ વાગ્યા પછી સાર્વજનિક સ્થળ પર જવા પર પ્રતિબંધ

aasthamagazine

LPG સિલેન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો

aasthamagazine

Leave a Comment