Teacher Readiness Survey In the interest of teachers: Bhupendrasinh
Aastha Magazine
Teacher Readiness Survey In the interest of teachers: Bhupendrasinh
ગુજરાત

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકોના હિતમાં : ભુપેન્દ્રસિંહ

શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધને લઈને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને ઘણી સ્પષ્ટતા કરી હતી. શિક્ષણપ્રધાને કહ્યું કે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે, ફરજિયાત નથી. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું કે બંને શિક્ષક સંઘોની સહમતી આડ જ આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણપ્રધાને કહ્યું કે શિક્ષણ વિભાગના સચિવ અને અધિકારીઓ સાથે 28-29 જુલાઈએ બેઠક કરવામાં આવી હતી જેમાં નિર્ણય લેવામાં આયો કે ફરજિયાત ને બદલે મરજિયાત કરવામાં આવે. બંને શિક્ષક સંઘોની સહમતીથી જ
પહેલા 11 ઓગષ્ટને બદલે હવે 24 ઓગષ્ટના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ગુણવત્તા અને સજ્જતા વધારવા માટે છે. આ સર્વેક્ષણને અમે પરીક્ષા કે કસોટીનું નામ આપ્યું નથી. આમાં કોઈ પરિણામ પણ નથી અને આની કોઈ નોંધ શિક્ષકની સેવાપોથીમાં ક્યાય નોંધ કરવામાં નહિ આવે.નવી એજ્યુકેશન પોલિસીમાં પણ આનો ઉલ્લેખ છે કે પાયો મજબૂત થવો જોઈએ.

શિક્ષણપ્રધાને કહ્યું કે 2009માં કોંગ્રેસની સરકારમાં જે કાયદો આવ્યો કે બાળકને 9માં ધોરણ સુધી નાપાસ ન કરવામાં આવે તેનું ખુબ નુકસાન થયું છે અને એ નુકસાન ભરપાઈ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ.

શિક્ષણપ્રધાને કહ્યું કે જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેના પુરાવા આપવામાં આવશે તો તટસ્થ તપાસ કરવામાં આવશે.

શિક્ષણપ્રધાને કહ્યું કે દેશમાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં ગુજરાત પહેલા હતું. CCC માં પણ રાજ્ય પ્રથમ હતું અને શિક્ષણ વિભાગના તમામ પ્રયત્નો રાષ્ટ્રીય લેવલે હકારાત્મક રીતે જઈ રહ્યાં છે.શિક્ષણપ્રધાને કહ્યું દેશમાં કોઈએ નથી કર્યા એટલા પ્રયાસો રાજ્યના શિક્ષણ વિભાગે કર્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Teacher Readiness Survey In the interest of teachers: Bhupendrasinh

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

જામનગર : ગોડસેની પ્રતિમાને કાર્યકરોએ તોડી નાંખી

aasthamagazine

ગુજરાત : આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા

aasthamagazine

ગુજરાત:હવામાન વિભાગ દ્વારા આગાહી, આ દિવસે ખાબકશે વરસાદ

aasthamagazine

Speed News – 02/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

સમગ્ર રાજ્યમા ભારે ઠંડીની સાથે તિવ્ર શીતલહેર વ્યાપી ગઈ

aasthamagazine

Leave a Comment