Mandatory Hallmarking of Gold: Jewelers Assoc
Aastha Magazine
Mandatory Hallmarking of Gold: Jewelers Assoc
રાષ્ટ્રીય

સોનાનું ફરજિયાત હોલમાર્કિંગઃ જ્વેલર્સ એસો.ની હડતાળ

સોના માટે ભારતીયોને જેટલો પ્રેમ છે, એટલો ભાગ્યે કોઈ અન્ય દેશના લોકોને હશે. સોનાની ખરીદીમાં શુદ્ધતાને લઈને સરકાર ઘણી ગંભીર છે અને એટલે સરકારે સોનાની દરેક ચીજવસ્તુઓ પર હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. હાલ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 48,645 છે. બીજી બાજુ ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગને લઈને જવેલર્સમાં નારાજગી પ્રવર્તી રહી છે. દેશના 350 જ્વેલરી એસોસિયેશનોએ એની સામે પ્રતીક હડતાળ કરી છે. જ્વેલર્સનું કહેવું છે કે દેશમાં અત્યાર સુધી હોલમાર્કિંગ સેન્ટર્સ નથી બનાવવામાં આવ્યા, જેને કારણે કેટલાય દિવસો સુધી રાહ જોવી પડે છે, જેને લીધે તેમના વેપાર-વ્યવસાયને પ્રતિકૂળ અસર થઈ રહી છે.સોનાની શુદ્ધતા અને સુંદરતાને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને હોલમાર્કિંગ કહેવાય છે. ભારતીય માન્યતા પ્રાપ્ત સંસ્થા BIS અધિનિયમ હેઠળ સોનાની સાથે ચાંદીનાં આભૂષણોનું પણ હોલમાર્કિંગ જરૂરી છે. હોલમાર્કિંગથી સોનાની શુદ્ધતા ગ્રાહકને માલૂમ પડે છે. જ્વેલર્સનું કહેવું છે કે એનાથી ઇન્સ્પેક્ટર રાજની પરત ફરશે. જ્વેલર્સનું કહેવું છે કે નવા HUID સિસ્ટમ ફૂલપ્રૂફ નથી. વેપારીઓ આ મુદ્દે ધરણાં પ્રદર્શન યોજશે. રાજસ્થાનમાં આશરે 50,000 વેપારી અને બે લાખ કર્મચારીઓ અને પાંચ લાખ કારીગરો હડતાળ પર રહેશે.ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)નું કહેવું છે કે હોલમાર્કિંગ યુનિક ID (HUID) એક બહુ જટિલ અને ધીમી પ્રક્રિયા છે. એનાથી વેપાર-વ્યવસાય ઠપ થવાનો અંદેશો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Mandatory Hallmarking of Gold: Jewelers Assoc

Related posts

PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ થયુ હેક

aasthamagazine

NSEના પૂર્વ MD ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમટેક્સ વિભાગના દરોડા

aasthamagazine

સિંગતેલમાં પ્રતિ ડબ્બે 35 અને કપાસિયામાં 40 રૂપિયાનો વધારો

aasthamagazine

સુપ્રીમ કોર્ટના 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત

aasthamagazine

પાકિસ્તાને ત્રાસવાદી કેમ્પોનું અફઘાનીસ્તાનમાં સ્થળાંતર શરૂ કર્યું : ભારતને ટારગેટ કરવા

aasthamagazine

29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે સંસદનું શિયાળુ સત્ર

aasthamagazine

Leave a Comment