



દિલ્હીમાં પ્રદુષણની સમસ્યા નિવારવા માટે આજે પ્રથમ સ્મોગ ટાવરને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુલ્લો મુકયો હતો. દેશનો આ પ્રથમ સ્મોગ ટાવર છે જે દિલ્હીના અતિ પ્રદુષીત ગણતા કોનોટ પ્લેસમાં મુકાયા છે જે 1 કી.મી.ના અંતરમાં પ્રતિ મીનીટ 1000 કયુબીક મીટર હવા શુદ્ધ કરશે. કેજરીવાલે જણાવ્યું કે આ પાઈલોટ પ્રોજેકટ છે તેના પરિણામ જોયા બાદ વધુ સ્મોગ ટાવર ખુલ્લા મુકાશે. આ ટાવર પાસે ઓપરેશન કંટ્રોલ રૂમ તૈયાર થયા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Delhi: The country’s first smog tower is in operation to purify polluted air