



વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઇથી છૂપાયેલી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોની કોઈ કમી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા જબરા ચાહક ફહીમ નઝીર શાહ છે. 28 વર્ષીય ફહીમ નઝીર શાહ વડાપ્રધાન મોદીનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને મળવા માટે શ્રીનગરથી દિલ્હી 815 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. ફહીમ નઝીર શાહને આશા છે કે, તેમને શ્રીનગરથી પગપાળા દિલ્હી આવવાના કારણે વડાપ્રધાન મોદીનું ધ્યાન ચોક્કસપણે તેમની તરફ જશે અને તેમને મળશે હું વડાપ્રધાન મોદીનો મોટો ચાહક છું : ફહીમ નઝીર શાહ 28 વર્ષીય ફહીમ નઝીર શાહ મૂળ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના છે. નઝીર શાહ વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે. રવિવારે એટલે કે 22 ઓગસ્ટના રોજ ફહીમ નઝીર શાહ શ્રીનગરથી 200 કિમી ચાલીને ઉધમપુર પહોંચ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીનો મોટો ચાહક છું અને તેમને મળવા માંગુ છું.શ્રીનગરના શાલીમાર વિસ્તારના રહેવાસી ફહીમ નઝીર શાહે જણાવ્યું હતું કે, હું મારા પ્રવાસમાં ટૂંકા વિરામ લીધા બાદ દિલ્હી પહોંચીશ. મને વિશ્વાસ છે કે, આ મુશ્કેલ યાત્રાની અંતે વડાપ્રધાન મોદીને મળવાનું મારું સ્વપ્ન સાકાર થશે. નઝીર શાહે કહ્યું કે, તેમનું સપનું વડાપ્રધાન મોદીને મળવાનું છે. તેથી જ તેમણે PM સાથે મુલાકાત કરવા માટે આ માર્ગ પસંદ કર્યો છે. નઝીર શાહે જણાવ્યું હતું કે, હું તેમની પાસેથી વડાપ્રધાન મોદીને મળવા પગપાળા દિલ્હી જઈ રહ્યો છું અને મને આશા છે કે, હું વડાપ્રધાનનું ધ્યાન આકર્ષિત કરીશ.વડાપ્રધાનને મળવાનું મારું સ્વપ્ન છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
મોદીનું ધ્યાન આકર્ષિત કરવા -મળવા માટે શ્રીનગરથી દિલ્હી પદયાત્રા કરી રહ્યા છે : ફહીમ નઝીર શાહ