Policy Commission: 4-5 lakh cases can be registered daily in September
Aastha Magazine
Policy Commission: 4-5 lakh cases can be registered daily in September
રાષ્ટ્રીય

નીતિ આયોગ : સપ્ટેમ્બરમાં રોજ 4-5 લાખ કોરોના કેસ નોંધાઈ શકે છે

કોરોનાની ત્રીજી લહેરને લઈને નીતિ આયોગે સરકારને ચેતવણી આપી છે. આગામી લહેરમાં 23 ટકા લોકોને હોસ્પિટલની જરૂર પડશે. આ માટે નીતિ આયોગે કેન્દ્ર સરકારને 2 લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા સૂચન કર્યુ છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કહ્યુ છે કે, આ મહિને રોજના 4-5 લાખ કેસ નોંધાઈ શકે છે અને તેમાંથી 23 ટકા લોકોને હોસ્પિટલની જરૂર પડશે.કોરોનાની બીજી વિનાશક લહેર જોયા બાદ હવે આ નિવેદન સામે આવ્યું છે. એપ્રિલ અને મે માં ટોચ પર પહોંચેલી બીજી લહેરમાં પણ રોજના 3 લાખની આસપાસ કેસ નોધાયા હતા ત્યારે હવે કેન્દ્ર સરકારની કોવિડ-19 ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલા વીકે પોલે ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં ભારતમાં દરરોજ 4-5 લાખ કોરોના વાયરસના કેસ જોવા મળી શકે છે.નીતિ આયોગ દ્વારા આપવામાં આવેલો આ અંદાજ કોવિડ-19 ની સેકન્ડ વેવ કરતા પણ વધારે છે. આ તમામ બાબતોમાં સૌથી ગંભીર બાબત એ છે કે આ વેવમાં ગંભીર-મધ્યમ લક્ષણો ધરાવતા લગભગ 20 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.2 લાખ આઈસીયુ બેડ તૈયાર રાખવાની આ ભલામણ આ વર્ષે એપ્રિલ-જૂન દરમિયાનની બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થવાની પેટર્ન પર આધારિત છે. એક અહેવાલ મુજબ 1 જૂનના રોજ સૌથી વધુ 18 લાખ સક્રિય કેસ નોંધાયા હતા. મહત્તમ કેસ ધરાવતા 10 રાજ્યોમાં, કુલ સંક્રમિત દર્દીઓના 21.74 ટકાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી, જ્યારે 2.2% લોકોને ICU માં દાખલ કરવા પડ્યા હતા.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Policy Commission: 4-5 lakh cases can be registered daily in September

Related posts

દાઉદ ઇબ્રાહીમ સહિત ડી ગેંગ સામે કરી FIR રાષ્ટ્રીય તપાસ એજન્સી

aasthamagazine

સ્વતંત્રતા દિવસ : લાલ કિલ્લા પર રિહર્સલ

aasthamagazine

વડાપ્રધાન નરેન્દ્ર મોદી : કુલ સંપત્તિ 3.07 કરોડ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/02/2022

aasthamagazine

ખેડૂત માટે સરકારે ડિજિટલ પ્લેટફોર્મ ‘કિસાન સારથી’ ને લોન્ચ કરી

aasthamagazine

13 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે

aasthamagazine

Leave a Comment