



રાજકોટમાં ત્રીજી લહેરે પગ પ્રસારો કર્યો હોય તેવો એક કેસ સામે આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થયું છે.બાળક અને તેના માતા છેલ્લા મહિના એટલેકે બાળકના જન્મથી જ ધોરાજી રહેતા હતા. છેલ્લા થોડા દિવસ થયા તેની તબિયત લથડતા તેને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. રાજકોટ સિવિલમાં 2 દિવસ રહ્યા બાદ આજે સવારે તેનું મૃત્યુ થયું છે. બાળકનું કોરોનાથી મોત થતા જિલ્લા આરોગ્ય તંત્રની મૂંઝવણ વધી છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા બાળકના પરિવારજનોના RTPCR રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે RMC ના આરોગ્ય વિભાગે પણ કોઠારિયા વિસ્તારમાં આ બાબતે તપાસ હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાનું નિવેદન આપતા કહ્યું છે કે, ‘બાળકોના સ્વાસ્થને લઈ તંત્ર ફરી સતર્ક બન્યું. શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: A 5-month-old baby died of corona at a civil hospital