



‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ‘‘ઓપન મોટ’’ આવાસોનું તા.૨૪ ઓગસ્ટે લોકાર્પણ – મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આવાસોની અંદર-બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ અપાયો વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા : પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો આવાસોમાં ઉપયોગ ………………… આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં હોવાની અનુભૂતિ થાય તા.૨૪ ઓગસ્ટે નવનિર્મિત આવાસોનું વન મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Inauguration of “open moat” habitats for lions, tigers and panthers at Indrada Nature Park on August 8