



દેશભરમાં 87,000થી વધુ લોકો રસીના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી 46 ટકા કેસ કેરળમાં નોંધાયા હોવાનું એનડીટીવીના એક અહેવાલમાં જણાવાયું છે. કેરળમાં રસીકરણના પ્રથમ ડોઝ બદ્દ લગભગ 80,000 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે બીજા ડોઝ પછી 40,000 લોકોને ચેપ લાગ્યો હોવાનું આરોગ્ય મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રાલયને તે રાજ્યની ચિંતા સતાવી રહી છે જ્યાં દૈનિક કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોએ ઉમેર્યું કે, જીનોમિક સિક્વન્સ દ્વારા બ્રેકથ્રુ ઇન્ફેક્શનના લગભગ 200 નમૂનાઓ મૂકવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નવું મ્યુટેશન અથવા વેરિએન્ટ મળ્યું નથી.
મ્યુટેશનને કારણે કોરોનાની નવી લહેર સર્જાય શકે છે, જેમ કે આ વર્ષની શરૂઆતમાં કોરોનાની ગંભીર બીજી લહેર દરમિયાન જોવા મળ્યું હતું. વાયરસના ડેલ્ટા વેરિએન્ટને કારણે આ લહેર પ્રબળ હતી. બીજી લહેર ઘટી રહી હોવાથી, નવા વેરિએન્ટ્સના ઉદભવની શક્યતા અંગે સત્તાવાળાઓ સતર્ક છે. વાયનાડ, જ્યાં 100 ટકા રસીકરણ થઈ ગયું છે, ત્યાં પણ કોરોનાના કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે હાલ કેરળમાં દરરોજ સૌથી વધુ કેસ નોંધાય છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Even after taking both doses of the vaccine, thousands of people developed corona