



તાલિબાન દ્વારા પહેલો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ખામા ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાનના હેરત પ્રાંતમાં તાલિબાન અધિકારીઓએ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે છોકરીઓને હવે છોકરાઓ સાથે એક જ વર્ગમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. યુનિવર્સિટીના પ્રોફેસરો, ખાનગી સંસ્થાઓના માલિકો અને તાલિબાન અધિકારીઓ વચ્ચે ત્રણ કલાકની બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે સહ-શિક્ષણ ચાલુ રાખવા માટે કોઈ વિકલ્પ નથી અને તેને નાબૂદ કરવું જોઈએ.અફઘાનિસ્તાનમાં સહ-શિક્ષણ અને અલગ-અલગ બન્ને શિક્ષણ પ્રણાલી છે, જેમાં શાળાઓ અલગ અલગ વર્ગો ચલાવે છે, જ્યારે સહ-શિક્ષણ દેશભરની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં લાગુ છે. હેરાત પ્રાંતના પ્રોફેસરોએ દલીલ કરી છે કે સરકારી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ અલગ અલગ વર્ગોનું સંચાલન કરી શકે છે, પરંતુ ખાનગી સંસ્થાઓ મહિલા વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યાને કારણે અલગ વર્ગો ચલાવી શકતી નથી. અફઘાનિસ્તાન ઇસ્લામિક અમીરાતના ઉચ્ચ શિક્ષણના વડા મુલ્લા ફરીદ, જે હેરાતની બેઠકમાં તાલિબાનનું પ્રતિનિધિત્વ કરતા હતા, તેમણે કહ્યું છે કે સહ-શિક્ષણ નાબૂદ થવું જોઈએ કારણ કે આ વ્યવસ્થા સમાજમાં તમામ દુષ્ટતાનું મૂળ છે.ફરિદે એક વિકલ્પ તરીકે સૂચવ્યું કે મહિલા પ્રોફેસરો અથવા વૃદ્ધ પુરુષો જે વિદ્ધાવન છે તેમને મહિલા વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી છે અને સહ-શિક્ષણ માટે કોઈ વિકલ્પ નથી. હેરાતના પ્રોફેસરોએ કહ્યું કે ખાનગી સંસ્થાઓને અલગ વર્ગો પરવડી શકે તેમ ન હોવાથી હજારો છોકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી શકે છે. પ્રાંતમાં ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં આશરે 40,000 વિદ્યાર્થીઓ અને 2,000 પ્રોફેસરો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Taliban’s fatwa: boys and girls stop studying together