



ડેલ્ટા વેરીએન્ટથી સાવધ રહેવું જરૂરી છે. કારણ કે તે ન તો લોકડાઉનને ગાંઠે છે, ન તો વેકસીનને ગાંઠે છે. દુનિયામાં જે દેશો ઝડપથી રસીકરણ અને સખ્ત લોકડાઉન જેવા પગલા ઉઠાવીને કોરોના પર કાબુ મેળવવામાં સફળ થયા હતા, તેમના સામે ડેલ્ટાએ નવો પડકાર ફેંકયો છે.
કોરોના વાઈરસના આ સૌથી ખતરનાક સ્વરૂપ પર નિયંત્રણમાં ન તો લોકડાઉન કે ન તો રસીના બન્ને ડોઝ કામ આવી રહ્યા છે. એક સમયે ઝડપથી ટિકાકરણ કરનાર અમેરિકા અને ઈઝરાયેલ દેશોએ હવે બુસ્ટર ડોઝનો વિકલ્પ અપનાવ્યો છે. જયારે સખ્ત પ્રતિબંધ લગાવનાર દેશો હવે બીજા વિકલ્પો અપનાવવા વિવશ છે. અમેરિકામાં મોત 97 ટકા વધ્યા, હવે બુસ્ટર ડોઝ અપાશે: ઝડપથી વધતા સંક્રમણ અને મૃત્યુદરને જોતા હવે અમેરિકાએ બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે.
ઝીરો કોવિડ કહેવાતા ન્યુઝીલેન્ડમાં લોકડાઉન: લાંબા સમય સુધી ન્યુઝીલેન્ડ પોતાને ત્યાં સામુહિક સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં કામીયાબ રહ્યું છે. કોઈ સમયે અહીં કોરોનાનો એકપણ કેસ નહોતો પણ પડોશી ઓસ્ટ્રેલિયામાં સતત ખરાબ થતી જતી હાલત વચ્ચે ન્યુઝીલેન્ડમાં રાષ્ટ્રીય લોકડાઉન લાગુ કરાયુ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં છઠ્ઠીવાર લોકડાઉન જાહેર થયું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)