



બિલ્ડરો ફક્ત પૈસાનો રંગ અને જેલની સજાને જ સમજે છે એમ જણાવી સુપ્રીમ કોર્ટે બિલ્ડરને કોર્ટના આદેશનો જાણીજોઈને અનાદર કરવાને મામલે દોષી ઠેરવી તેને ૧૫ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.
તેમ જ કોર્ટના આદેશને અવગણીને ગ્રાહકને રિફંડ ન આપનાર રિયલ એસ્ટેટ કંપની ઈરિઓ ગ્રેસ રિયલટેક પ્રા.લિ.ને સુપ્રીમ કોર્ટે કાયદાકીય ખર્ચ પેટે ગ્રાહકને બે લાખ રૂપિયા ચુકવવાનો તેમ જ નેશનલ લીગલ સર્વિસ ઑથોરિટી પાસે રૂ. ૧૫ લાખ જમા કરાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.
ગ્રાહકને નવ ટકા વ્યાજ સાથે રિફંડ આપવાના નેશનલ ક્ધઝ્યુમર રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)એ ગયા વર્ષની ૨૮ ઑગસ્ટે આપેલા આદેશને ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને એમ. આર. શાહની બનેલી ખંડપીઠે પાંચ જાન્યુઆરીએ માન્ય રાખ્યો હતો.
બે મહિનાની અંદર ગ્રાહકને રિફંડ આપવાનો અમે પાંચ જાન્યુઆરીએ તમને (બિલ્ડરને) આદેશ આપ્યો હતો. ત્યાર બાદ તમે (બિલ્ડર) આદેશમાં ફેરબદલ કરવાની માગણી કરતી અરજી કરી હતી જે અમે માર્ચ મહિનામાં નકારી કાઢી હતી અને બે મહિનાની અંદર ઘર ખરીદનારને રૂપિયા ચુકવી દેવાનો આદેશ આપ્યો હતો.
હવે કોર્ટના આદેશના અનાદર અને તમે તેમને રૂપિયા ચુકવ્યા ન હોવાની અરજી સાથે ઘર ખરીદનાર ફરી અમારી સામે છે.
અમારે દૃષ્ટાંતરૂપ દંડ ફટકારીને કોઈને જેલ મોકલવાનો છે કેમ કે બિલ્ડરો માત્ર પૈસાનો રંગ અને જેલની સજા જ સમજે છે, એમ ખંડપીઠે કહ્યું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)