



આવતીકાલે શનિવારે સવારે 10.10 વાગે વિરાણી હાઈસ્કૂલમાં લેડીઝ રૂમાલ, નેપકીન, માસ્ક, બાઉલ, દુપટ્ટા, સેનેટરી નેપકીનની મદદથી અને સી જે ગ્રુપના સહકારથી વિશાળ રાખડી બનાવવામાં આવશે. મેગા રાખડી બનાવવામાં આવેલ વસ્તુઓનુ સરકારી શાળાની બાળાઓને વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઈ પંડિત, ચિરાગભાઈ (જલારામ), જયેશભાઈ ડોડીયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.