Meghmaher in 129 talukas in the last 24 hours in the state
Aastha Magazine
Meghmaher in 129 talukas in the last 24 hours in the state
Other

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં મેઘમહેર

જિલ્લામાં બુધવારે મોડી રાતથી જ વરસાદનો દૌર શરૂ થયો છે. જે ગુરૂવાર મોડી રાત સુધી યથાવત રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે સૌથી વધુ વરસાદ વલસાડ અને પારડી તાલુકામાં 5-5 ઇંચ નોંધાયો છે. તો બીજી તરફ ધરમપુર અને વાપી તાલુકામાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉમરગામ અને કપરાડા તાલુકામાં અઢી-અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતોની પાણી ચિંતાની દૂર થતી જોવા મળી રહી છે.
રાજકોટના ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. ગોંડલના દેરડી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા કેસવાળા સહિતના ગામોમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડી અને વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ જેટલો પડ્યો હતો. વલસાડના ધરમપુરમાં પાંચ ઇંચ, અમરેલીના લીલીયા, વલસાડના વાપી અને અમરેલી તાલુકામાં સવા ચારથી સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ડાંગના વધઈ અને ભરૂચના હસોલ માં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના 12 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે તો આ તરફ રાજ્યના 23 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 41 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Meghmaher in 129 talukas in the last 24 hours in the state

Related posts

2022માં 90 દિવસ જ છે લગ્નના મુહુર્ત

aasthamagazine

પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા એ તો ગુલામી પ્રથા કહેવાય : HC

aasthamagazine

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન

aasthamagazine

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

aasthamagazine

ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં 11 સિક્યુરિટી બગ્સ

aasthamagazine

સૌરાષ્ટ્ર : હજુ આગામી 48 કલાક ભારે રહેશે

aasthamagazine

Leave a Comment