



રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રક્ષાબંધનના પવિત્ર દિવસે સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામં આવશે.
મેયર ડો.પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૨૨ રવિવારના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિતે આ બન્ને બસ સેવામાં બહેનો માટે દર વર્ષની પરંપરા મુજબ ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે.ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર તા.૨૨ રવિવારના રોજ દિવસ દરમિયાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફકત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Free travel for sisters on Rakshabandhan in City Bus-BRTS