



અજમા ને સામાન્ય રીતે ઘરમાં મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. પણ તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટિન જેવા તત્વ આપણને અનેક હેલ્થ બેનિફિટ્સ આપે છે. જો રેગ્યુલર સવારે અડધી ચમચી અજમાને ઉકાળીને પીશો તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લમ્સને ઓછી કરી શકાય છે. આયુર્વેદ એક્સપર્ટના મુજબ તેના 14 ફાયદા છે. જાણો અજમાના 14 ફાયદા વિશે. તેને રેગ્યુલર પીવાથી હાર્ટ ડિસીઝ નો ખતરો ટળે છે. તેનાથી દાંત નો દુખાવો અને મોઢાની દુર્ગંધ સમસ્યા દૂર થાય છે. આ પેટ સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરે છે અને કબજીયાતમાં આરામ આપે છે. આ કિડની સ્ટોન અને દુખાવાથી રાહત આપે છે. સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો – આ ખાવાનું જલ્દી પચાવવા માં મદદ કરે છે. આ શરીરનું મેટાબોલ્કિમ વધારે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ દિવસમાં 2 વાર પીવાથી ડાયેરિયાની પ્રોબ્લેમ દૂર થાય છે. – આ ઈન ડાયજેશન ની પ્રોબ્લેમ દૂર કરીને એસિડિટીથી રાહત અપાવે છે. આ શરદી અને કફની પ્રોબ્લેમ દૂર કરે છે અસ્થમાનો ખતરો ટાળી શકે છે. તેમા એક ચપટી સંચળ નાખીને મિક્સ કરીને પીવાથી ખાંસી દૂર થાય છે. એક કપ અજમાનું પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. પેટમાં કૃમિ થાય તો અજમાના પાણીમાં એક ચપટી સંચળ નાખીને પીવો. પેટના કીડા ખતમ થઈ જશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Drink ajma water in the morning to prevent diabetes