Kamar Sheikh ties ashes on the hands of Prime Minister Narendra Modi
Aastha Magazine
Kamar Sheikh ties ashes on the hands of Prime Minister Narendra Modi
રાષ્ટ્રીય

કમર શેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ પર રાખડી બાંધે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગત 26 વર્ષથી રાખડી બાંધનાર તેમની પાકિસ્તાની બહેન કમર શેખએ આ વર્ષે પણ તેમના માટે સુંદર રાખડી બનાવી છે. રાખડી સાથે ભાઇ-બહેનના પ્રેમનો સંદેશવાળા લખાણને બંનેના 26 વર્ષ જૂના સંબંધને નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી બન્યા પછી સાચવી રાખ્યા છે.
કમર શેખ પોતાના ભાઇ માટે રાખડી બનાવી છે જે ગત 26 વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ પર બાંધે છે અને દર વખતે દુઆ કરે છે કે તેમના ભાઇની જીંદગીમાં આગળ વધે અને સુરક્ષિત રહે. કમર જહાંએ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડી બનાવી છે.
આ સાથે જ કમર શેખએ ભાઇ-બહનના પ્રેમને જોતાં એક પત્ર પણ લખ્યો છે. કમર જહાંનું કહેવું છે કે તેમનો આ સંબંધ 26 વર્ષ જૂનો છે, આ ત્યારનો સંબંધ છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપમાં ફક્ત જનરલ સેક્રેટરી હતા.
જોકે કમર જહાંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તેમના લગ્ન ભારતીય પેન્ટર મોહસિન શેખની સાથે થયો હતા.
ત્યારબાદથી કમર શેખ છેલ્લા 39 વર્ષોથી ભારતમાં છે. ગત વર્ષે કોરોના સંકટના લીધે તે પ્રધાનમંત્રીને રાખડી બાંધી શકી ન હતી, પરંતુ તેમણે રાખડી પોસ્ટ મારફતે મોકલી દીધી હતી.

કમર શેખના પતિ મોહસિન શેખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકબીજાના ખૂબ નજીકના મિત્ર હતા. કમર શેખનું કહેવું હતું કે જ્યારે હું પહેલીવાર તેમને દિલ્હીમાં મળી હતી, ત્યારે તેમને ખબર પડી કે હું કરાંચીથી છું અને અહીં લગ્ન કર્યા છે, ત્યારે તેમણે બહેન કરીને મને સંબોધિત કરી હતી, મારો કોઇ ભાઇ નથી.
કમર શેખ કહે છે કે એકવાર રક્ષાબંધન હતી, તો મેં મોદી ભાઇને રાખડી બંધાવવાનો આગ્રહ કર્યો અને તેમણે કાંડુ આગળ કરી રાખડી બંધાવી લીધી, ત્યારથી કમર રાખડી બાંધતી આવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Kamar Sheikh ties ashes on the hands of Prime Minister Narendra Modi

Related posts

UPSCએ ઉમેદવારો માટે 1800-11-8711 હેલ્પલાઇન નંબર

aasthamagazine

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ

aasthamagazine

તાલિબાન : યુવતીઓની ડેડબોડી સાથે પણ કરે છે દુષ્કર્મ

aasthamagazine

મહિલા ઉદ્યોગસાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેર

aasthamagazine

કોરોનાનો ભોગ બનેલાઓને સરકારે વળતર તો આપવું જ પડશે. સુપ્રિમકોર્ટ

aasthamagazine

ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ

aasthamagazine

Leave a Comment