Rajkot: Aisi Ki Taisi of Social Distance in Minister Mansukh Mandvia's Janyatra
Aastha Magazine
Rajkot: Aisi Ki Taisi of Social Distance in Minister Mansukh Mandvia's Janyatra
રાજકારણ

રાજકોટ : મંત્રી મનસુખ માંડવિયાની જનયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સની ઐસી કિ તૈસી

રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયામાં સો.ડિસ્ટન્સ અંગેની પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે,#JanAshirwadYatra ના પ્રથમ દિવસે રાજકોટ એરપોર્ટથી અટલ બિહાર વાજપેયી ઓડિટોરિયમ, રાજકોટ સુધીની સફર પૂર્ણ કરી.મને ખુશી છે કે બધાએ કોરોના સંબંધિત નિયમોનું પાલન કર્યું. આ સમયે તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો એકત્ર થયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ અમુકે તો માસ્ક પણ પહેર્યા ન હોય તેમ નજરે પડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ કરી હતી. જેમાં ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું છે. હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. આ સમયે કાર્યકરોએ મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરોએ ફૂલથી સ્વાગત કર્યું હતું.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Rajkot: Aisi Ki Taisi of Social Distance in Minister Mansukh Mandvia’s Janyatra

Related posts

ભાજપ સૂટ-બૂટવાળાની સરકાર છે. તેમની તમામ નીતિ બિઝનેસ ગૃહો માટે છે. : કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ

aasthamagazine

ગુજરાતના નવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ : આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

પીએમ ખેડૂતોનું દેવું માફ નથી કરી શકતા: પ્રિયંકા ગાંધી

aasthamagazine

ગુજરાત : કોંગ્રેસની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપવા માગણી

aasthamagazine

ગુજરાત : વિજય રૂપાણી સરકારમાં રહેવાની ઈચ્છા રાખે છે ?

aasthamagazine

Leave a Comment