BJP launches Jana Aashirwad Yatra, this is an insult Yatra: Isudan Gadhvi
Aastha Magazine
BJP launches Jana Aashirwad Yatra, this is an insult Yatra: Isudan Gadhvi
રાજકારણ

ભાજપ જનઆશીર્વાદ યાત્રા કાઢે છે, આ અપમાન યાત્રા છે: ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ કરી જનઆશીર્વાદ યાત્રા સામે સવાલ ઉભા કર્યા છે કે, ભાજપ સરકાર કોરોનામાં લોકોને ઓક્સિજન બેડ આપી નથી શક્યા. લોકો ઓક્સિજન વગર મૃત્યુ પામ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાકાળ સમયે ભાજપના નેતાઓ અત્યારે યાત્રા કરવા નીકળ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ખરાબ પરિસ્થિતિ હતી. મેં લોકોને સ્ટ્રેચર પર મરતા જોયા છે. કોરોના મૃત્યુ પામ્યા તેનું અપમાન આ યાત્રા છે. ગુજરાતના કોઈ નેતાઓ ચાલ્યા નહિ. કોરોનામાં સરકાર ફેલ ગઈ એટલે ભાજપે કેન્દ્રના નેતાઓને મોકલ્યા છે.મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતોની સમસ્યા અત્યારે સૌથી મોટી છે. આ તમામ કાર્યક્રમોના આશીર્વાદ લેવા જાવ છો? ઈસુદાન ગઢવીએ માગ કરી હતી કે, દિલ્હીની જેમ ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 1 લાખ આપવામાં આવે. જનઆશીર્વાદ યાત્રા કાઢવામાં પોસ્ટરો, બેનરો પાછળ લાખોનો ખર્ચ કરવાની જગ્યાએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પૈસા આપવા જોઈએ. જનઆશીર્વાદ યાત્રામાં લોકોની ભીડ ભેગી કરવામાં આવે છે. કોરોનાથી મોતના આંકડા જુદા જોવા મળ્યા છે. સરકાર જો આ મૃતકોને સહાય નહિ આપે તો 2022માં આમ આદમી પાર્ટી સહાય કરશે.આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, મનોજ સોરઠીયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણીએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
BJP launches Jana Aashirwad Yatra, this is an insult Yatra: Isudan Gadhvi

Related posts

ગુજરાત : પાટીલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ

aasthamagazine

ગુજરાતના નવા CMની રેસમા કોણ ?

aasthamagazine

સાંસદનો યુવતિ સાથે ફોટો વાયરલ :પરબત પટેલે કહ્યું આ મારો ફોટો નથી

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ : નરેશ પટેલ

aasthamagazine

Leave a Comment