Somnath: Preparations for the construction of the 71 feet high temple of Parvati Mataji
Aastha Magazine
Somnath: Preparations for the construction of the 71 feet high temple of Parvati Mataji
ધાર્મિક-ધર્મયાત્રા

સોમનાથ : 71 ફૂટ ઊંચાઇ ઘરાવતા પાર્વતી માતાજીના મંદિરના નિર્માણ તૈયારી

સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં 71 ફૂટ ઊંચાઇ ઘરાવતા પાર્વતી માતાજીના દિવ્ય ભવ્ય નૂતન મંદિરના નિર્માણની શિલાન્‍યાસ વિઘિ તા.20 ઓગષ્ટના રોજ ટ્રસ્‍ટના ચેરમેન એવા પ્રઘાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી વર્ચ્‍યુઅલ રીતે કરી નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવનાર છે. આ મંદિર સોમનાથ મંદિરના પરિસરમાં યજ્ઞશાળા પાસે બનશે.સોમનાથ મહાદેવ મંદિરના સંકુલમાં આદ્યશક્તિ જગદંબામાં પાર્વતીજીના નૂતન મંદિરના નિર્માણનો પ્રારંભ થનાર છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ નિર્માણ કાર્ય શરૂ કરવાની સંપૂર્ણ તૈયારી પુર્ણ કરાયેલ છે. સોમનાથ મંદિર સંકુલમાં આદિકાળથી માતા પાર્વતીજીનું મંદિર હોય જે પ્રાચીન મંદિરનો જમીની ભાગ હાલ નવ નિર્માણ થઇ રહેલ છે. સોમનાથ મંદિરની પાછળના ભાગે કલાકૃતીસભર માત્ર ઓટલા આકાર નજરે પડે છે, જે સ્થળે નવું મંદિર ટેકનિકલ વ્યવસ્થાના કારણે બાંધી શકાય તેમ ન હોવાથી હાલ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે આવેલી યજ્ઞશાળાની બાજુમાં નવું પાર્વતી માતાજીનું મંદિર બાંધવાનું ટ્રસ્‍ટ દ્રારા નકકી કરાયેલ છે.પાર્વતીજીનું મંદિર બનાવવા માટે પાયા ખોદવાનું કાર્ય શરૂ કરાયેલ હોય જેમાં વીસેક જેટલા શ્રમિકો કામ કરી રહયા છે. તો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારે જણાવેલ કે, દેશભરમાં જયાં મોટા શિવ મંદિરો છે તેની બાજુમાં મા પાર્વતીનું મંદિર હોય છે અને ગંગાજી, ગણપતિજી, હનુમાનજી અને ભગવાન શિવ સહિત શિવ પંચાયતના મંદિરો સાથે જ હોય છે. જે પરંપરા જાળવવા માટે સોમનાથમાં માં પાર્વતીજીનું મંદિરનું નિર્માણ કરવાનું નકકી કરાયેલ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Somnath: Preparations for the construction of the 71 feet high temple of Parvati Mataji

Related posts

શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ?

aasthamagazine

વરસાદનુ એલર્ટ : ચારધામ યાત્રા રોકવામાં આવી

aasthamagazine

બદ્રીનાથ ધામના દરવાજા 20 નવેમ્બરે બંધ થશે

aasthamagazine

વૈષ્ણો દેવીના દર્શન : યાત્રાળુઓ માટે તેમની સાથે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત

aasthamagazine

भगवान् का दंड : गया के आकाशगंगा पहाड़ पर एक परमहंस जी वास करते थे।

aasthamagazine

પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો જીવનમંત્ર : આત્મીય બનો

aasthamagazine

Leave a Comment