



વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભા.જ.પ.સરકાર છેલ્લા સાત વર્ષથી જનસેવા કરે છે. વિકાસ કેવો હોવો જોઈએ? તેનું ઉતમ ઉદાહરણ મોદી સરકારે પુરૂ પાડેલ છે. સૌના સાથ સૌના વિકાસથી દેશ આજે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે રાજકોટમાં ભા.જ.પ.પ્રેરીત પ્રથમ ચરણની જન આર્શીવાદ યાત્રાના પ્રારંભ પ્રસંગે ભા.જ.પના કાર્યકરો અને હોદેદારોને સંબોધતા જણાવ્યું હતું.અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ પેડક રોડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે નવુ ભારત વિવિધતામાં એકતા પરિવર્તીત કરે છે. મોદી સરકારના મંત્રીમંડળમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી. તમામ જ્ઞાતિ વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના મંત્રીમંડળનું તાજેતરમાં જ વિસ્તરણ કરી 43 નવા મંત્રીઓ સામેલ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતનાં 3 મંત્રીઓનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારનાં મંત્રીમંડળમાં 27 ઓબીસીનાં પ્રતિનિધિ 11 મહિલા અને 14 યુવાનોને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે. દેશ બદલાય રહ્યો છે વિકાસની નવી કેડી કંડારાઈ છે. જનતાનાં આર્શીવાદ સરકારની સાથે હોય તે જરૂરી છે. જરૂરી છે નયા ભારતનું નિર્માણ કરવુ છે. તેઓએ વિશેષમાં જણાવ્યુ હતું કે વર્તમાન કોરોના કાળમાં કોવીડ પ્રોટોકોલને અનુસરવુ એ જનતાની જવાબદારી છે. કોવીડ ગાઈડ લાઈનના પાલનથી કોરોનાને હરાવવામાં સફળતા સાંપડી રહી છે.કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની આગેવાની હેઠળ રાજકોટથી પ્રારંભ થયેલી જન આર્શીવાદ યાત્રા ત્રણ દિવસ સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ફરશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Progress of the country through development of all together: Minister Mansukhbhai Mandvia