46% less rainfall in the state as compared to last year
Aastha Magazine
46% less rainfall in the state as compared to last year
ગુજરાત

ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 46% ઓછો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી 38.05% વરસાદ થયો છે. ગત વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 46% ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48%ની ઘટ છે.ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. 26 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 6 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ છે.ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 46.84% છે. સરદાર સરોવર ડેમમાં 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 24.12%, મધ્યમાં 36.70%, દક્ષિણમાં 57.92%, કચ્છમાં 21.69%, સૌરાષ્ટ્રમાં 39.31% પાણીનો સંગ્રહ છે. માત્ર 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 72 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. છેલ્લા 30 વર્ષમાં 2000મા સૌથી ઓછો સરેરાશ 18 ઈંચ વરસાદ નોંધાયો હતો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

46% less rainfall in the state as compared to last year

Related posts

Speed News – 03/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

સરકારી નોકરી કરતા દંપતીનું કાર્ય સ્થળ એક રાખવા સરકારે નક્કી કર્યું

aasthamagazine

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 28/01/2022

aasthamagazine

ગોંડલ : ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

aasthamagazine

પોરબંદર નજીક પાંખો પર લખાણ અને સિમ્બોલવાળા બે કબૂતર મળ્યા

aasthamagazine

Leave a Comment