The Taliban severed trade ties with India
Aastha Magazine
The Taliban severed trade ties with India
આંતરરાષ્ટ્રીય

તાલિબાને ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડ્યા

તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાનો કબજો કરવાની સાથે જ ભારત સાથે વેપાર રોકી દીધો છે. હવે ન તો કાબુલમાં કંઈપણ નિકાસ કરી શકાય છે અને ન તો ત્યાંથી કંઈપણ આયાત કરવું શક્ય છે. તેના કારણે બજારમાં ડ્રાયફ્રુટ્સ વગેરે મોંઘા થવાની શક્યતા બતાવાય રહી છે.ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ ડો.અજય સહાયે જણાવ્યું હતું કે, “અમે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. ભારતમાં આયાત પાકિસ્તાનના ટ્રાંઝિત માર્ગ દ્વારા થાય છે.હાલતાલિબાને પાકિસ્તાન જનારા બધા કાર્ગો રોકી દીધા છે. તેથી વર્ચ્યુઅલ આયાત પણ બંધ થઈ ગઈ છે. સહાયે કહ્યુ કેટલાક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાંસપોર્ટ કોરિડોર મારફતે મોકલવામાં આવે છે, જે હજુ પણ કામ કરી રહ્યા છે.દુબઇના રસ્તે મોકલવામાં આવતા ઉત્પાદનો માટેનો રસ્તો હાલ બંધ થયો નથી. એફઆઈઈઓ ડીઝીએ અફગાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ છતા ભારતના વ્યવસાયિક સંબંધો કાયમ રહેવાની આશા બતાવી.આ વસ્તુઓનો છે દ્વિપક્ષીય વેપાર અત્યારે ભારત અફઘાનિસ્તાનને ખાંડ, દવાઓ, કપડાં, ચા, કોફી, મસાલા અને ટ્રાન્સમિશન ટાવર સપ્લાય કરે છે, જ્યારે ત્યાંથી આવતી મોટાભાગની આયાત ડ્રાય ફ્રુટ્સ જ છે. આપણે ત્યાંથી કેટલીક ડુંગળી અને ગુંદર પણ આયાત કરીએ છીએ.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The Taliban severed trade ties with India

Related posts

ચીનના બ્લેક માર્કેટમાં લીવર-કિડનીનું વેચાણ : કરોડો ડોલરનો કારોબાર

aasthamagazine

Speed News – 26/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

નરેન્દ્ર મોદી દુનિયાના લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર

aasthamagazine

Speed News – 28/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

૨ાજો૨ી જિલ્લામાં બે ત્રાસવાદીઓને ઠાર મારતા સુરક્ષાદળો

aasthamagazine

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરૂ કરવાની તૈયારીમાં

aasthamagazine

Leave a Comment