Gondal: Black flags in Mansukh Mandviya's program
Aastha Magazine
yatra bjp
રાજકારણ

ગોંડલ : મનસુખ માંડવીયાના કાર્યક્રમમાં કાળા વાવટા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં રાજકોટ જીલ્લામાં ગુરૂવારના રોજ ભાજપની જનયાત્રા શરૂ થઈ હતી. જેમાં ફટાકડા, ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા. જ્યાંથી તેઓ જનયાત્રા અંતર્ગત ગોંડલ ગયા હતા. ગોંડલ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પહોચ્યા હતા.ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું સ્વાગત કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની ગોંડલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પાટીદાર આગેવાનોને સંબોધતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ, મોદીએ સમાજને મહત્વ આપ્યું છે. આ ઉપરાંત તેમને 100 જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gondal: Black flags in Mansukh Mandviya’s program

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/02/2022

aasthamagazine

હું રાજકારણમાં આવીશ, ખોડલધામનાં નરેશ પટેલ

aasthamagazine

કોઈ પણ કાયમી નથી, હું પણ નથી – સી. આર. પાટીલ

aasthamagazine

હું ચૂંટણી લડવાનો નથી : પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

કાર્યકરો ઉત્સાહનો અતિરેક ન કરવા અપીલ : મંત્રી મનસુખ માંડવીયા

aasthamagazine

Leave a Comment