The process of forming a Taliban government in Afghanistan begins
Aastha Magazine
The process of forming a Taliban government in Afghanistan begins
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ

અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાનોએ નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે રાજધાની કાબુલમાં તાલિબાન નેતાઓની બેઠક શરૂ થઈ છે. તાલિબાન નેતાઓએ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ, અફઘાનિસ્તાન શાંતિ મંત્રણાના સભ્યો અબ્દુલ્લા અબ્દુલ્લા અને ફઝલ અલી મુસ્લિમયારને મળ્યા છે. આ બેઠક દરમિયાન તાલિબાન નેતાઓએ અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે.અફઘાનિસ્તાનમાં નવી સરકાર રચવાના પ્રયાસો વચ્ચે અનસ હક્કાનીના નેતૃત્વમાં તાલિબાનના પ્રતિનિધિમંડળે બુધવારના રોજ પૂર્વ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. હક્કાની નેટવર્ક આતંકવાદી સંગઠનના વરિષ્ઠ નેતા અનસ હક્કાનીએ હામિદ કરઝાઈ, જૂની સરકારના મુખ્ય શાંતિ દૂત અબ્દુલ્લા અબ્દુલ્લા, અફઘાનિસ્તાન સેનેટના પ્રમુખ ફઝલ હાદી મુસ્લિમયાર અને અન્ય સાથે વાતચીત કરી હતી. હક્કાની નેટવર્ક પાકિસ્તાનની સરહદ પર સ્થિત તાલિબાનનું મહત્વનું જૂથ છે. ગુલબુદ્દીન હેકમત્યાર અને અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે સંકલન પરિષદની રચનાની જાહેરાત કરવામાં આવી હતી.અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ​ સરકારી દળો અને તાલિબાનને કાબુલના રસ્તાઓ પર વર્તમાન અરાજકતાને નિયંત્રિત કરવા હાકલ કરી હતી. અફઘાનિસ્તાન હાલ સરકાર વગરનું છે અને તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડીને ગયા બાદ કાબુલ પર કબ્જો કરે છે. આ સમયે તાલિબાને અલ જઝીરા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે અફઘાનિસ્તાનને ઇસ્લામિક અમીરાત બનાવશે, જ્યાં તમામ નિર્ણયો શરિયા કાયદા અનુસાર હશે. આ સાથે તાલિબાને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની જૂની સરકારના નેતાઓ નવી સરકારમાં શામેલ થશે કે, કેમ તે અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. જો કે, તાલિબાન સરકારનું સ્વરૂપ શું હશે, તે હજૂ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, સરકારની રચના બાદ તાલિબાનને ચીન અને પાકિસ્તાનનું સમર્થન મળશે.અફઘાનિસ્તાનમાં સરકાર રચવા માટે તાલિબાન હામિદ કરઝાઈ સાથે વાતચીત કરી રહ્યા છે, ત્યારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરઉલ્લાહ સાલેહે દાવો કર્યો છે કે, અશરફ ગનીની ગેરહાજરીમાં તેમને અફઘાનિસ્તાનના કાર્યકારી પ્રમુખ છે. આ સાથે અશરફ ગનીની તસવીરો વિવિધ દેશોમાં અફઘાન દૂતાવાસોમાંથી હટાવી દેવામાં આવી છે અને અમરઉલ્લાહ સાલેહની તસવીર ત્યાં મૂકવામાં આવી છે. જો કે, તાલિબાન તરફથી આ અંગે હજૂ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. અશરફ ગનીની તસવીર તાજિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસમાંથી હટાવી દેવામાં આવી છે અને તેની જગ્યાએ અમરઉલ્લાહ સાલેહનો ફોટો લગાવવામાં આવ્યો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

The process of forming a Taliban government in Afghanistan begins

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન : 1.50 લાખથી વધુ કેસ

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

નરેન્દ્ર મોદી દુનિયાના લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

Leave a Comment