



ગુજરાત આવતા કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખભાઇ માંડવીયા. તેઓએ ટ્વીટ કરતા જણાવ્યું કે વડાપ્રધાનએ કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપી બાદ પ્રથમ વખત ગુજરાત આવું છું અને ‘માતૃભૂમિને વંદન કરવા ઉત્સુક છું’ ત્યારે તેઓએ ઉલ્લેખ કર્યો છે કે કાર્યકર્તાઓ પણ જનઆશીર્વાદ યાત્રા માટે ભારે ઉત્સાહિત હોય એ સમજું છું પણ, યાદ રહે ઉત્સાહનો અતિરેક ન કરવો અને કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન થાય તે જરૂરી, જે તેમના માટે આ એક મહામૂલી ભેટ બની રહેશે. મનસુખભાઇ માંડવીયા આવતીકાલ 19 ઓગસ્ટથી રાજકોટ થી જન આશીર્વાદ યાત્રા શરૂ કરશે જે 21 ઓગસ્ટના ભાવનગર ખાતે પૂર્ણ થશે. આ યાત્રા દરમ્યાન તેઓ રાજકોટ શહેર જિલ્લા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર સંસદીય – વિધાનસભા ક્ષેત્રમાં પ્રવાસ કરશે. તેઓ આ ત્રણ દિવસ દરમ્યાન 500 થી વધુ કિલોમીટર નો પ્રવાસ કરશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)