



તાલિબાનની કાબુલમાં એન્ટ્રી થતાની સાથે જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી ભાગી ગયા હતા. સૌપ્રથમ તેઓ તજાકિસ્તાન પહોંચ્યા છે, તેવા સમાચાર મળ્યા હતા. ત્યારબાદ તેઓ અમેરિકામાં શરણ લેશે તેવા સમાચાર મળ્યા હતા. જોકે આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) તરફથી નિવેદન આવ્યું છે કે અશરફ ગની પરિવાર સાથે અબુધાબીમાં સહી સલામત છે. UAEની પુષ્ટિ બાદ બધી અટકળોનો અંત આવ્યો છે.અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અબુ ધાબીમાં છે. તેની પુષ્ટિ UAE સરકારે કરી છે. અશરફ ગની અને તેમના પરિવારને પણ ત્યાં શરણ મળી ગઈ છે.UAE સરકારનું કહેવું છે કે તેમણે ‘માનવીય વિચારો’ને જોતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને શરણ આપવામાં આવી છે. જોકે અબુ ધાબી ધાનીમાં તેઓ ક્યા છે, તેની જાણકારી આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબ્જા પછી અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડ્યું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Afghan President Ashraf Ghani is with his family in Abu Dhabi