



રાજકોટ શહેરમાં મંત્રી મનસુખભાઇ માંડવિયાની રેલી, સ્વાગત, સભા, કાર્યકર્તા સંમેલન, લેઉઆ-કડવા પટેલ સમાજના આગેવાનો તેમજ નામાંકિત તબીબો સાથે મીટીંગ સહિતના કાર્યક્રમો યોજાવાના છે. મનસુભાઇ માંડવિયા રાજકોટથી ભાવનગર સુધી સૌરાષ્ટ્રના 7 જિલ્લાના સાત લોકસભા ક્ષેત્રમાં 546 કી.મી જન આર્શિવાદ યાત્રા યોજશે. જ્યારે મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા ઉંઝાથી શરૂ કરી અમરેલી સુધી 6 જિલ્લાના 6 લોકસભા ક્ષેત્રમાં 350 કી.મી.ની જન આર્શિવાદ યાત્રાનો પ્રવાસ કરશે. જન આશિર્વાદ યાત્રાના રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યક્રમો જાહેર થયા છે.
જેમા તા.19મીએ સવારે 9 થી 9:30 વાગ્યે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાનું રાજકોટ એરપોર્ટ પર આગમન થશે. એરપોર્ટથી નીકળીને રેસકોર્સ રિંગરોડ પર રાજીવ ગાંધીની પ્રતિમા પાસે, કિસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસેના ચોકમાં, સત્ય વિજય આઇસ્ક્રિમ પાસેના ચોકમાં, બોમ્બે હોટલ પાસે, લોધાવાડ ચોક, ભુતખાના ચોક, ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન, ચુનારાવાડ ચોક, પટેલ વાડી સહિત ઉક્ત જગ્યાએ કેન્દ્રિય મંત્રીનું સ્વાગત થશે. ત્યારબાદ 10:45 વાગ્યે પેડક રોડ પર આવેલા અટલ બિહારી ઓડિટોરીયમમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ થશે. 10:45થી 11:45 સુધી કડવા અને લેઉઆ પટેલ સમાજ સાથે મીટીંગ યોજવામા આવશે.ત્યારબાદ વિરપુર, જેતપુર અને ખોડલધામ જવાનું આયોજન છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
‘Jan Ashirwad Yatra’ in Saurashtra including Rajkot