Prime Minister Narendra Modi is likely to visit Gujarat on September 5
Aastha Magazine
Prime Minister Narendra Modi is likely to visit Gujarat on September 5
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 સપ્ટેમ્બરે સંભવત : ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ ગાંધીનગર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની ખાસ મુલાકાત કરશે અને ત્યારબાદ મહાત્મા મંદિર થી દેશના પહેલાં સોલાર વિલેજનું લોકાર્પણ કરશે, ઉપરાંત રાજય સરકાર ના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટ નો પણ નરેન્દ્રભાઈ મોદી પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના 5 ઓગસ્ટના કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા તેમની આ સંભવત: મુલાકાતના પગલે અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાના અહેવાલ છે.
આગામી 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન છે. તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ દિવસે એકદીવસની ગુજરાત મુલાકાતે પણ આવી રહ્યા છે. ત્યારે તેમના આ ગુજરાત પ્રવાસ કાર્યક્રમને લઈને રાજય સરકાર દ્વારા આજની કેબિનેટ બેઠકમાં વિશેષ ચર્ચા – સમીક્ષા કરવામાં આવશે.5 ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિર થી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરશે. ઉપરાંત આજ દિવસે શિક્ષક દિન છે. ત્યારે શિક્ષક દિવસે ગુજરાતને કોઈ મોટી ભેટ સાથે શિક્ષકો માટે મોટી જાહેરાત કરી શકે છે.
તો બીજી તરફ તેઓ શિક્ષણ વિભાગ ના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ ની પણ મુલાકાત કરવાના અહેવાલ છે.આ ઉપરાંત નરેન્દ્ર ભાઈ મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી મોઢેરા વિલેજ સાથે સુર્યમંદિરનું રીમોટ દ્વારા દેશના સૌપ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Prime Minister Narendra Modi is likely to visit Gujarat on September 5

Related posts

ગુજરાતમાં ફરી અતિભારે વરસાદના દિવસો : હવામાન વિભાગે કરી આગાહી

aasthamagazine

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

aasthamagazine

દ્વારકા પગપાળા જતા સંઘ પર ચડી કાર

aasthamagazine

ડ્રગ્સના દૂષણને દૂર રાખવા સરકાર સતત પ્રયાસ : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

હાથ પર ચાલી ‘પગભર’ બનતો યુવાન સચિન નિમાવત – 11/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment