



રાજકોટને પાણી પૂરું પાડતા આજી ડેમમાં હવે ફક્ત ૧૫ દિવસનું પાણી બચ્યું હોવાથી સ્થાનિક પ્રશાસન બે દિવસ બાદ ફરી એક વાર સમીક્ષા કરશે અને આ વખતે બીજી વાર નર્મદાના નીરની માગણી સરકાર સમક્ષ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ ૪૮ કલાકમાં નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવશે. આ સમયગાળામાં જો મેઘરાજાની મહેર થઇ તો નર્મદાના નીરની જરૂર પડશે નહીં, એવું સ્થાનિક પ્રશાસનના અધિકારીએ જણાવ્યું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)